તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલ, રોગચાળો અને સાબરમતીનો કિનારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંકઆજે સર્વત્ર કોરોનાનો ભય છે ત્યારે આપણે એ જાણવાની જરૂર છે કે ગાંધીજીએ 1915માં સ્થાપેલ કોચરબ આશ્રમમાંથી સાબરમતી ખાતેના આશ્રમમાં શિફ્ટ થયા તે કારણોમાં એક કારણ તે સમયે શહેરમાં ટાઈફોડ, પ્લેગ, ઈન્ફ્લુએન્જા જેવો રોગોએ ભરડો લીધો હતો તે પણ હતું. જો કે સરદાર પટેલે ત્યારે સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરાવી હતી તે તે સમયે પણ રાજકિય ક્ષેત્રમાં જો ઈચ્છાશક્તિ હોય તો કેવા સારા પરિણામ મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ રહ્યું. તો બીજી તરફ કોચરબ આશ્રમની ઓછી જગ્યા પણ 1917માં સાબમતી આશ્રમમાં શિફ્ટ થવાનું કારણ હતું. આ સાથે સાબરમતી જેલ પણ નજીક હતી. આ બધા કારણોને લઈને તેઓ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા. આજે 100માંથી 90 અમદાવાદી આ બાબતથી અજાણ છે જે તેમનામાં પોતાના શહેરના ઈતિહાસને જાણવાની ઉત્કંઠા કેટલી ઓછી છે તે દર્શાવે છે. રિઝવાન કાદરી, ઈતિહાસવિદ્

જાણો આપણા શહેરને તે સિરિઝ અંતર્ગત આજે ગાંધીજી દ્વારા સ્થપાયેલ કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમની કેટલીક એવી વાતો કે જે કેટલાક યંગસ્ટર્સને ખબર નથી તેની પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સિટી ભાસ્કર સાથે ઈતિહાસવિદ્ રિઝવાન કાદરીએ વાત શેર કરી.

જાનીએ અપને શહેર કો

કોચરબ આશ્રમ

ગાંધી આશ્રમ
અન્ય સમાચારો પણ છે...