તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Dust Winds Across The City With A Stormy Wind Somewhere Split Somewhere 024613

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાની પવન સાથે શહેરભરમાં ધૂળની ડમરી, ક્યાંક છાંટા પડ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી વાતાવરણ પલટાવા સાથે 20થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં શહેરમાં ધૂળની ડમરી ઉડી હતી અને ક્યાંક છાંટા પણ પડ્યા હતાં. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હતા. બપોર પછી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. આગામી બેથી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન, જ્મ્મુ-કાશ્મીર અને રાજસ્થાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરોથી રાજ્યમાં બપોર પછી 20થી 25 કિ.મી.ની ઝડપે દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણનાં પવનો ફૂંકાયા હતા. ઉત્તર ગુજરાત અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં છાંટાથી લઇને વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજ્યમાં 14.3 ડિગ્રી સાથે મહુવા સૌથી ઠંડું અને 33.2 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ હતું. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાનો હવામાન વિભાગનો વર્તારો છે.

ધૂળિયા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો
મંગળવારે 4 વાગ્યા પછી શહેરભરમાં ડમરી ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો.

અમદાવાદ આવતી જતી 15 ફ્લાઈટ મોડી પડી
અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો હતો. જેમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે વાતાવરણમાં વિઝીબિલીટી ઘટી જતા અમદાવાદ એરપોર્ટ પર સાંજના સમયે આવતી જતી 15થી વધુ ફ્લાઈટો 45 મિનિટથી 1.25 કલાક જેટલી મોડી પડી હતી. જેમાં એર ઇન્ડિયા, જેટ એરવેઝ, ગોએર, સ્પાઈસ જેટની અમદાવાદથી ઉપડતી તેમજ આવતી લખનઉ, બેંગલુરુ, જેસલમેર, દિલ્હી, મુંબઈ સહિત અન્ય શહેરોની ફ્લાઈટો મોડી પડી હતી. એરપોર્ટ પર સાંજના સમયે વિઝિબિલિટી 3.5થી 4 કિલોમીટર જેટલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો