તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Department Of Employment Will Provide Necessary Guidance To Candidates Who Want To Go Abroad 055041

રોજગાર વિભાગ વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય રોજગાર વિભાગ હસ્તક મદદનીશ નિયામક રોજગાર કચેરી તરફથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં વિવિધ યુનિવર્સિટીઓની માહિતી, યુનિવર્સિટીઓમાં પ્રવેશની પરીક્ષા, વિદેેશની યુનિવર્સિટીમાં ભણવા માટે મળતી બેન્કની લોન સહિતની વિવિધ પ્રકારની ઉપચોગી બાબતોની તાલીમ અપાશે. 2 ઓક્ટોબરથી માર્ચ સુધી આ કાર્યક્રમ યોજાશે.

આ બાબતો અંગેની તાલીમ અપાશે
નર્સિંગ,મેડિકલ,ટેક્નિકલ એજ્યુકેશનનું પ્રશિક્ષણ આપતી કંઈ યુનિવર્સિટીઓ સરકાર માન્ય છે તે અંગેની ચકાસણી ?

લેભાગુ સંસ્થાઓ,એજન્ટોથી બચવા માટે કંઈ કંઈ બાબતોની ચકાસણી કરવી.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક લોન મેળવવા માટેની ઓવરઓલ માહિતી.-

વિદેશમાં ઉચ્ચ અભ્યાસમાં જવા માટે આવશ્યક દસ્તાવેજો.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અંગેની તકો
રોજગાર વિભાગ તરફથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે. સહિતના દેશોમાં ઉચ્ચ અભ્યાસની તકો, આ દેશોમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે આપવી પડતી પરીક્ષાઓ સહિતની સંપૂર્ણ વિગતોને આવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...