તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Demand For Construction Of Inter Model Transport Hub Vadaj 024603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબ વાડજ પાસે બનાવવાની માગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજ સર્કલથી એન.આર. પટેલ સોસાયટી સુધીના ઝૂપડાંની જગ્યાએ ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા માટે જમીનની માગ કરવામાં આવી છે. અંદાજે 26,709 ચો.મી. જમીન આપવા માટે સ્માર્ટસિટી ઓથોરિટીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ માંગણી કરી છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબની ડિઝાઇન પ્રમાણે ત્યાં બીઆરટીએસ, મેટ્રો, એએમટીએસ, એસટી અને બૂલેટ ટ્રેનની કનેક્ટિવિટી મળી રહે તે રીતે ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવાનો હતો. આ માટે વાડજ રામાપીરના ટેકરા પાસે સ્લમ એરીયા ડેવલોપમેન્ટ પાસે આવેલી 26 હજારથી વધુની જગ્યા ફાળવવા માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ તરફથી કોર્પોરેશન પાસે જગ્યાની માંગણી કરવામાં આવી છે.

આ જગ્યા પર હાલ કોર્પોરેશનનું વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર પણ આવેલું છે જેને અન્યત્ર ખસેડવાનું પણ જણાવામાં આવ્યું છે. ઝોન ઇજનેર વિભાગ આ જગ્યા પર કન્સલ્ટિંગ કંપની દ્વારા જમીન મેળવીને જ્યારે ડિઝાઇન મંજૂર થાય તે પ્રમાણે કરાર કરે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો