તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Demand For A Nurturing Wife Was Rejected As The Affair No Longer Lived Together 055111

પ્રેમલગ્ન પછી સાથે રહેતી ન હોવાથી ભરણપોષણની પત્નીની માંગ ફગાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કરનાર પરીણિતાએ ઘરેલું હિંસાચારનો કેસ કરી ભરણપોષણ પેટે માંગેલા રૂ.15 હજાર અને મકાન માટે કરેલી અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજસ્ટ્રેટે નામંજૂર કરી છે. કોર્ટે અરજી ફગાવતા નોંધ્યું હતું કે, પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ-પત્ની તરીકે એક છત નીચે રહેલા ન હોવાથી તે સંજોગોમાં ઘરેલું હિંસા માની શકાય નહીં.

મેટ્રો કોર્ટમાં રાધિકાએ કરેલા ઘરેલુ હિંસાચારના કેસ મુજબ રાયપુરમાં રહેતા અમિત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને લગ્ન પહેલા અમિત હોટેલમાં લઇ જઇને બળજબરીપૂર્વક શારીરિક સુખ માણતો હતો જેના કારણે તેણી ગર્ભવતી થતાં પ્રેમ લગ્ન કરી લીધા હતાં. ત્યાર બાદ અમિત કોઇ પત્ની તરીકેની જવાબદારી નિભાવતો નથી. આથી ભરણપોષણ પેટે રૂ.15 હજાર અને રહેવા માટે મકાન અપાવવા ન્યાયના હિતમાં હુકમ કરવો જોઇએ.

આ કેસમાં અમિત તરફે હાજર થયેલા એડવોકેટ વિશાલ પટેલે રજૂઆત કરી હતી કે, અરજદાર મહિલાએ અમિત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે. જે કેસમાં અમિત સાબરમતી જેલમાં ગયેલો છે અને તે કેસ કોર્ટમાં ચાલે છે. અરજદાર રાધિકા અને અમીતે પ્રેમ લગ્ન કર્યા બાદ કયારેય એક છત નીચે રહ્યા નથી. આથી કાયદાની કલમ 2 (એફ) મુજબ પતિ-પત્ની તરીકે એક ઘરમાં કયારેય રહ્યા ના હોય તો તે ભરણપોષણ મે‌ળવવા માટે હકદાર ના હોવા તેમની અરજી ફગાવી દેવી જોઇએ. બન્ને પક્ષકારોની દલીલો અને રેકર્ડ પર આવેલા પુરાવાને ધ્યાને રાખી કોર્ટે રાધિકાની અરજી ફગાવી દીધી હતી.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી અદાલતે તારણ કાઢ્યું હતું કે, બંનેએ લગ્ન ભલે કર્યા હોય પણ ક્યારેય સાથે રહ્યા ન હોવાથી પત્ની ભરણપોષણ મેળવવાને હકદાર કહી શકાય નહીં માટે તેની અરજી સ્વીકારવામાં આ‌વતી નથી.

( પાત્રોનાં નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...