તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Cricket Betting On The Website Of Bookie Jitu Tharad Caught Three 055021

બુકી જિતુ થરાદની વેબસાઇટ પર ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાં આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 3 લોકોને ઝડપી પાડ્યા છે. જે લોકો ઓનલાઈન સટ્ટો રમતા હતા તે વેબસાઈટ રાજ્યના કુખ્યાત બુકી જિતુ થરાદની છે. પોલીસે જિતુ થરાદ સહિત 5 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચના પોલીસ હેડ કોન્સટેબલ અજિત ચંદ્રશેખરને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે કુબેરનગરના ફેની પુલ ક્લબમાં દરોડો પાડ્યો હતો. જેમાં પુલ ક્લબમાંથી ત્રણ વ્યક્તિઓ આઈપીએલ મેચ ઉપર પોતાના મોબાઈલ ફોન પર જુદીજુદી આઈડીઓ બનાવી હારજીતનો સટ્ટો રમાડતા હોવાનું જણાઈ આવ્યું હતું.

ક્રાઈમ બ્રાંચે આ સંદર્ભે પ્રદીપ પીરાની ( રહે. એફ વોર્ડ, કુબેરનગર) રોશન ધોલાની (પ્રેમનગર સોસાયટી, સૈજપુર) અને વિજય ધરવાની( રહે. બી વોર્ડ, કુબેરનગર)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરી તેમના મોબાઈલ ફોનમાં તપાસ હાથ ધરતા તેમાંથી બે વેબસાઈટ મળી આવી હતી જેના પર તેઓ આઈપીએલનો સટ્ટો રમાડતા હતા. આ પૈકી એક વેબસાઈટ કુખ્યાત બુકી જીતુ થરાદની હોવાનું જાણવા મળ્યું હતું.

આ વેબસાઈટ અને આઈડી તેમને મોહિત વાધવાનીએ આપ્યા હોવાની કબૂલાત તેમણે કરી હતી. આ અંગે પોલીસે ત્રણની ધરપકડ કરી જિતુ થરાદ અને મોહિત વાધવાનીને વોન્ટેડ બતાવી તેમની સામે પણ ગુનો દાખલ કર્યો છે.

મકરબામાં પણ સટ્ટો રમાડતો એક ઝડપાયો
ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકરબા સત્યદીપ હાઈટ્સના 10મા માળે એક મકાનમાં રેડ કરતા ત્યાંથી તેજસ નરેન્દ્રપુરી ગોસ્વામી આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપાયો હતો. આરોપી પોતાના મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો લઈ લોકો પાસેથી ભાવ લઈ પોતે આર્થિક ફાયદો મેળવતો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...