તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Corona Virus Survives For 4 Hours On Copper And Plastic For 3 Days 055107

કોરોના વાઈરસ તાંબા પર 4 કલાક અને પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવતો રહે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપાટી પર કોરોના વાઈરસ કેટલો સમય જીવતો રહે?


સાર્સ-CoV-2 વાઈરસથી કોરોના (COVID-19) ફેલાય છે. આ વાઈરસને રિપ્રોડકશન માટે જીવંત વ્યક્તિની જરૂર પડે છે. વિવિધ સપાટી પર આ વાઈરસ આટલા સમય સુધી જીવિત રહી શકે છે .

જૂના જમાનામાં વપરાતાં તાંબાના વાસણોનો ઉપયોગ જ શ્રેષ્ઠ છે

સપાટી સમય

હવા 3 કલાક

તાંબુ 4 કલાક

કાર્ડબોર્ડ 24 કલાક

સ્ટીલ 2-3 દિવસ

પ્લાસ્ટિક 3 દિવસ

{ અભ્યાસ લોસ એન્જલિસની યુનિવર્સિટી ઓફ કોલમ્બિયાની ન્યુ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિને કર્યો છે.

{ ઉધરસ અને છીંકો માટે સંશોધકોએ નેબ્યુલાઈઝરનો ઉપયોગ કર્યો હતો.

{ 70 ટકા આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સફાઈ જરૂરી છે.

અમદાવાદ | અમેરિકાની ન્યૂ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિનના અભ્યાસ મુજબ છીંક કે ઉધરસમાંથી નીકળતાં ડ્રોપલેટ્સ 2થી3 કલાક સક્રિય રહે છે. આ ડ્રોપલેટ્સ વાળના કદથી 30 ગણાં નાના હોય છે. વિવિધ સપાટી પર તેનું આયુષ્ય 2 કલાકથી માંડી 3 દિવસ સુધીનું હોય છે. તાંબા પર આ વાઈરસ 4 કલાક સુધી, સ્ટીલ પર 2થી 3 દિવસ અને પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવંત રહે છે. અભ્યાસ મુજબ સપાટીને 70 ટકા સુધી આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સાફ કરાય તો 1 મિનિટમાં વાઈરસ ખતમ થાય છે.
અન્ય સમાચારો પણ છે...