તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Conference Of Buddhist Monks From Abroad Will Be Held For The First Time In The State 055036

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં પહેલી વાર દેશ-વિદેશના બૌદ્ધ ભિક્ષુઓની કોન્ફરન્સ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીમાં ખાતે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત, મૈત્રી, કરુણા, શાંતિ, ભાઈચારો અને અહીંસાનો વારસો, એકતા વિષય પર રવિવારથી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે. રાજ્યમાં આ પહેલી વાર દેશવિદેશના 129 બૌદ્ધ ભિક્ષુઓનું સંગમ યોજાશે, જેમાં બૌદ્ધ ભિક્ષુઓને સંઘદાન (ચીવરદાન એટલે કે વસ્ત્રદાન) કરાશે. બૌદ્ધ ધર્મના ભિક્ષુકો માત્ર દીક્ષામાં મળેલા તેમનાં વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રો જ ધારણ કરતા હોય છે. બૌદ્ધ ધર્મ માટે કામ કરતી સંઘકાયા ફાઉન્ડેશનના સહયોગથી યોજાતી કોન્ફરન્સમાં અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશમાંથી બૌદ્ધ ધર્મના લોકો આવશે. બૌદ્ધ ધર્મને કેન્દ્રમાં રાખી શાંતિ માર્ચ પણ યોજાશે. આ ફાઉન્ડેશન થાઇલેન્ડમાં તૈયાર કરાયેલી 5 ફૂટ ઊંચી ભગવાન બૌદ્ધની પ્રતિમા યુનિ.ને આપશે. સંઘકાયા ફાઉન્ડેશન તથા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ, ભારતીય સંસ્કૃતિ વિભાગ તથા બાબાસાહેબ આંબેડકર ચેરના સહયોગથી ચોથી બૌદ્ધ કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેનો હેતુ સાંસ્કૃતિક વારસો અને જાળવણી અને તમામ સમાજ, ધર્મ વચ્ચે બંધુતાભાવ વધારવાનો છે.

બૌદ્ધ કોન્ફરન્સમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
12 જાન્યુઆરી | સવારે 9 વાગ્યે યુનિવર્સિટીના ડો. ભીમરાવ આંબેડકરના ગેટ પાસેથી શાંતિકૂચનું આયોજન, સવારે 11 વાગ્યે એવોર્ડ સમારંભ. સંઘકાયા ફાઉન્ડેશનના સોવેનિયરનું વિમોચન, સાંજે 5 વાગ્યે બૌદ્ધ ભિક્ષુઓને બૌદ્ધ ઉપાસક, ઉપાસિકાઓ તરફથી ચીવર-વસ્ત્રદાન અર્પણ કરવામાં આવશે, જ્યારે સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગૌતમ બુદ્ધના જન્મથી મહાપરિનિર્વાણ સુધીની નોંધપાત્ર ઘટનાઓ, ઉપાસના ગ્રૂપ નાટકના રૂપાંતરૂપે નાટ્યરૂપાંતર રજૂ કરવામાં આવશે.

13 જાન્યુઆરી | બપોરે 2થી 5 સુધીમાં સંઘકાયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત, ભારતમાં બૌદ્ધ ધર્મના સંઘ સેવાકાર્યમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા કર્મશીલો, વિદ્ધાનોનું જાહેરમાં એવોર્ડથી સન્માન કરાશે.

14 જાન્યુઆરી | બુદ્ધિઝમ સંબંધિત વિવિધ મુદ્દા ચર્ચા કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો