તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Collector39s Order Not To Leave The Headquarters Of The Departments Of All The Departments 024702

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમામ વિભાગના વડાઓની રજા રદ કરાઈ હેડક્વાર્ટર નહીં છોડવા કલેક્ટરનો આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સાથે ઊભી થયેલી તણાવગ્રસ્ત સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ છે ત્યારે અમદાવાદ કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ ઈસરો તથા શહેરના મંદિરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પોલીસને તાકીદ કરી હતી. ઉપરાંત દરેક વિભાગના વડાઓને રજા કેન્સલ કરી હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કર્યો હતો. કર્મચારીઓની પણ રજાઓ રદ કરવા દરેક વિભાગના વડાઓને તાકીદ કરી હતી. શહેર અને જિલ્લાભરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પણ કલેક્ટરે તાકીદ કરી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં હાલમાં જે બંદોબસ્ત છે તેના કરતાં વધુ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી.

જાહેર સ્થળો અથવા રસ્તા પર બિનવારસી વસ્તુ મળે તો પોલીસ કંટ્રોલને જાણ કરવા કલેક્ટરની અપીલ
ઇસરો, સ્વામિનારાણય-ભદ્રકાળી મંદિર, પીઆરએલ, બસસ્ટેન્ડ, એસ.ટી.સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત જાણીતા સ્થળોએ સુરક્ષા વધારવા જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સૂચના જારી કરી છે. કલેક્ટર પાંડેએ કહ્યું કે, શહેર અને જિલ્લાના મહત્વના સ્થળોએ સુરક્ષા વધારવા સૂચના આપી દેવાઇ છે. પોલીસ સ્ટેશનની બહાર પણ સુરક્ષા અધિકારી તહેનાત રાખવા તાકીદ કરાઇ કરાઇ છે.

આ ઉપરાંત શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે ઉચ્ચકક્ષાએથી નવી સૂચના જારી ના થાય ત્યાં સુધી હેડ ક્વાટર્સ નહીં છોડવા સૂચના અપાઇ છે. લોકોને શાંતિની અપીલ કરાઇ રહી છે.

જાહેર સ્થળો અથવા રસ્તા પર બિનવારસી હાલતમાં વસ્તુઓ અથવા કોઇ શંકાપસ્પદ વ્યક્તિ જણાય તો ત્વરિત નજીકના પોલીસ મથકમાં અથવા તો પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા તાકીદ કરાઇ છે.

અમદાવાદ એરપોર્ટ પર CRPFની ઈમરજન્સી મિટિંગ
મેટ્રો, સેશન્સ કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચે ચેકિંગ હાથ ધર્યું
શહેરની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું. બુધવારે બપોરે ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમના 20 થી વધુ કર્મીઓએ ચેકિંગ કર્યું હતું. જેના કારણે વકીલો, પક્ષકારો અને સ્ટાફમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

બુધવારે સવારે પાકિસ્તાનના વિમાને ભારતીય સીમા ક્રોસ કરી હતી. જેને પગલે પંજાબ, અમૃતસર, ચંદીગઢ સહિતના એરપોર્ટ પર સિવિલિયન્સ અવરજવર બંધ કરી દેવાઈ હતી. આ સ્થિતિમાં અમદાવાદ એરપોર્ટ પર પણ ઓફ ડ્યુટી સીઆરપીએફના જવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ઓફ ડ્યુટી હોય તો પણ એલર્ટ રહેવા આદેશ જારી કર્યા હતા.

રેલવે સ્ટેશનનો વીડિયો ઉતારતા NRIને પોલીસે અટકાવ્યા, વીડિયો ડિલીટ કરી જવા દેવાયા
બુધવાર સાંજે કાલુપુર રેલવે સ્ટેશન પર એક અજાણી વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. હાજર સુરક્ષાકર્મીઓએ આ દૃશ્ય જોતાં ત્યાં દોડી આવ્યા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી. આ વ્યક્તિ એનઆરઆઇ હોવાનું અને અમદાવાદથી વતન જૂનાગઢ જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને સંતોષકારક જવાબ અને ચકાસણીમાં કાંઇ વાંધાજનક વસ્તુ નહીં મળતા તેના મોબાઈલમાંથી રેલવે સ્ટેશનના તમામ વીડિયો ડિલિટ કરી તેને જવા દીધો હતો. ફોટો : ભાસ્કર

સિવિલ ડિફેન્સ હરકતમાં આવ્યું
અસામાન્ય સંજોગોમાં લોકોને એલર્ટ કરવા 45 સાઈરન એક્ટિવ કરાઈ
ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

દેશના વીરજવાનો પર આત્મઘાતી આતંકવાદી હુમલા સામે ભારતીય હવાઈદળની જવાબી કાર્યવાહી બાદ દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી ગમે ત્યારે હુમલો થઈ શકે છે. આ સંજોગોમાં ક્યારે યુદ્ધ છેડાઈ જાય તે નક્કી હોતુ નથી. આ સંજોગોમાં સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ તંત્ર) દ્વારા અગમચેતીના પગલાંરૂપે જરૂરી સૂચનાઓ જારી કરાઈ છે. હવાઈહુમલા સમયે સાઈરન વાગે તો શું સમજવું તે અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે. આ બાબતે કલેક્ટર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સિવિલ ડિફેન્સના એડિશનલ ચીફ વોર્ડન બ્રિજેશ શાહે જણાવ્યું હતું કે, હવાઈ હુમલાની ચેતવણી દરેક શહેરમાં સાઈરન વગાડીને કરવામાં આવે છે જેમાં તૂટક તૂટક બે મિનિટ સુધી હવાઈ હુમલાની ચેતવણીરૂપે વગાડાય છે. ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી જાય ત્યારે સાઈરન સળંગ બે મિનિટ સુધી વગાડાય છે જેને સબ સલામતની જાણ કરતી સાઈરન માનવી જોઈએ.

લોકો માટે આ ગાઈડલાઈન્સ જારી
વાહનોમાં ઈંધણ ટેન્ક ફૂલ રાખવી.

ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરિયાત જેમકે અનાજ/કરિયાણાનો સ્ટોક કરી રાખવો.

ઘરે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાઈ એવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવો.

નાના બાળકોની જરૂરિયાત ખોરાક/દવાની સગવડ કરી રાખવી.

યુદ્ધમાં એલર્ટ જાહેર થયેલ અથવા ભોગ બનનાર વિસ્તારમાં જરૂરિયાતના કલાકો દરમિયાન એકબીજાને મદદ કરો.

જાગતા રહો, જાગૃત રહો, કારણ લગભગ તમામ યુદ્ધો રાત્રે જ શરૂ થાય છે...!

પોતાના જરૂરિયાત મુજબ રોકડ રકમ હાથ ઉપર રાખવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો