• Gujarati News
  • National
  • Ahmedabad News The Clerk Of Dholka Municipality Was Caught Taking Bribe Of Rs 40000 054718

ધોળકા નગરપાલિકાનો ક્લાર્ક 40 હજારની લાંચ લેતા પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સરકારની યોજના હેઠળ સરકારી સ્કૂલનાં બાળકોને મફતમાં કમ્પ્યૂટરનું શિક્ષણ આપનાર કમ્પ્યૂટર ક્લાસીસના સંચાલકનું રૂ. 2.75 લાખનું બિલ ધોળકા નગરપાલિકાના ક્લાર્કે અટકાવી રાખ્યું હતું અને 3 વર્ષ પછી આ બિલ પાસ કરાવવા માટે રૂ.40 હજારની લાંચ માગી હતી. ક્લાસીસના સંચાલકે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધો હતો.

સરકારી સ્કૂલોનાં બાળકોને મફતમાં કમ્પ્યૂટરની ટ્રેનિંગ આપતા ક્લાસીસના સંચાલકનું 2.75 લાખ બિલ 3 વર્ષથી રોકી રાખ્યું હતું
સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને કમ્પ્યૂટરનું શિક્ષણ મળે તે માટે સરકારે કમ્પ્યૂટર ક્લાસીસના સંચાલકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે અનુસાર ધોળકાની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને 2016માં કમ્પ્યૂટરનું શિક્ષણ આપવાનું કામ ટેન્ડરથી એક ક્લાસીસના સંચાલકને મળ્યું હતું, જેનું પેમેન્ટ રૂ. 2.75 લાખ ચૂકવવાનું હતું. જોકે ધોળકા નગરપાલિકના ક્લાર્ક કૌશિક પરમારે ક્લાસીસના સંચાલકનું પેમેન્ટ 3 વર્ષથી રોકી રાખ્યું હતું. આથી 3 વર્ષથી ક્લાસીસના સંચાલક પૈસા માટે ધક્કા ખાઈ રહ્યા હતા.

આખરે કૌશિકે રૂ.2.75 લાખનું બિલ પાસ કરવા માટે રૂ. 40 હજારની લાંચ માગી હતી. જોકે કમ્પ્યૂટર ક્લાસીસના સંચાલક પૈસા આપવા તૈયાર થઈ ગયા હતા અને શુક્રવારે ધોળકા નગરપાલિકાની ઓફિસમાં જ પૈસા આપવાનું નક્કી થયું હતું. જ્યારે આ અંગે ક્લાસીસના સંચાલકે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીના પીઆઈ વી. જે. જાડેજાએ છટકું ગોઠવ્યું હતું, જે અનુસાર ક્લાસીસના સંચાલક પાસેથી રૂ.40 હજારની લાંચ લેતા કૌશિક પરમાર રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

આ અંગે એસીબીએ કૌશિક પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગામી તપાસ એસીબીના મદદનીશ નિયમક કે.બી. ચુડાસમાએ સંભાળી છે.

કૌશિક પરમાર

અન્ય સમાચારો પણ છે...