તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The City39s Artists Promote Localism But There Is Also No Difference In Outside Artists39 Shows 055024

શહેરના આર્ટિસ્ટ લોકલને પ્રમોટ કરે છે પણ બહારના આર્ટિસ્ટના શોમાં ફરકતા પણ નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આ શહેરના આર્ટિસ્ટ પોતાના સર્કના આર્ટિસ્ટ અને આર્ટને પ્રમોટ કરવામાં માને છે. કોઈ બહારથી આર્ટ શો લઈને આવ્યું હોય તો બહુ ઓછો રસ લે છે. મેં 5 વર્ષમાં 5 આર્ટ શો કર્યા અને 400 પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે કર્યા પણ માત્ર 15 આર્ટ વર્ક જ શહેરીજનોએ પસંદ કર્યા છે. જો કે મને તે વાતનું કોઈ દુખ નથી. મારે માટે વસંત રૂતુ રંગોની રૂતુ છે અને લોકો પેઈન્ટિંગ્સ કેટલા ખરીદે છે તેને બદલે કેટલા માણે છે તે મહત્વનું છે. આ શબ્દો છે કોલકત્તાના આર્ટ ક્યુરેટર સુશાંતા દાસના. અમદાવાદની ગુફા ગેલેરીમાં મંગળવારથી તેમના ‘રાગ બસંત’ આર્ટ શોની શરૂઆત થઈ છે.

આ છે આર્ટિસ્ટ સુકાતા દાસનું રાધા કૃષ્ણ પરનું એક્રેલિક ઓન કેનવાસ પેઈન્ટિંગ. વસંત રૂતુને ધ્યાનમાં લઈને આ આર્ટ શોમાં પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે થયું છે

આર્ટ માણવાની વસ્તુ છે
સુશાંતો દાસ, ક્યુરેટર, કોલકાતા

 અમદાવાદ મને ગમે છે અને હું વારંવાર આ શહેરમાં આર્ટ શો લઈને આવતો રહીશ. રાગ બસંત બીજી વખત લઈને આવ્યો છું. તે ઉપરાંત સમર સ્ટ્રોક 3 આર્ટ શો મેં કર્યા છે. કુલ મળીને 5 વર્ષમાં 400 પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે કર્યા પણ માત્ર 15 જેટલા આર્ટ વર્ક જ શહેરીજનોએ પસંદ કર્યા છે. હું માનું છું કે આર્ટ માત્ર ખરીદવાની વસ્તુ નથી સાથે સાથે માણવાની પણ વસ્તુ છે. અમદાવાદીઓ બિઝનેસ માઈન્ડેડ છે તેની મને ખબર છે.

અન્ય સમાચારો પણ છે...