વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રેડિટ લિમિટ ઓછી હોય તેવા અમેરિકન નાગરિકોને ગૂગલ હેંગઆઉટ અને ગુગલ વોઇસ દ્વારા ફોન કરીને લોન અપાવવાના બહાને ડાઉન પેમેન્ટ ભરાવીને પૈસા પડાવતું કોલ સેન્ટર પકડી તેના બે સંચાલકની ધરપકડ કરી છે.

જુહાપુરાના ફતેવાડીમાં આયશા મસ્જિદ પાસેની ઝેબા રેસિડન્સીના ચોથા માળે એક ફ્લેટમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીના આધારે વેજલપુર પોલીસે ત્યાં દરોડો પાડી મોહંમદ સલમાન સાલેમોહંમદ પઠાણ (મૂળ. કચ્છ) અને સંજયુકમાર વેલમુરર્ગયન વમિયર (ખોખરા)ને પકડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, તેઓ ક્રેડિટ લિમિટેડ ઓછી હોય તેવા અમેરિકન નાગરિકોની માહિતી મેળવતા હતા અને ત્યાર બાદ ત્યારબાદ તેમને ગુગલ હેંગઆઉટ અને ગુગલ વોઇસ દ્વારા ફોન કરીને પેડ એ લોન આપવાની વાત કરતા હતા. જે વ્યક્તિ લોન લેવા સંમત થાય તેની પાસે વોલમાર્ટનું ગિફ્ટ વાઉચર લેવડાવી તેનો સિરિયલ નંબર મેળવી પૈસા પડાવી લેતા હતા.

બંને પાસેથી લેપટોપ, મોબાઈલ, સીમકાર્ડ, વોલમાર્ટના ગિફ્ટ કાર્ડ મળીને કુલ રૂ.52,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેજલપુર પીઆઈ એલ. ડી. ઓડેદરાએ કહ્યું હતું કે, મોહંમદ સલમાન પઠાણ અને સંજય વમિયરને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...