તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Brother Beat Another Brother And Sister In Law To The House 055530

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં જોવા મુદ્દે ભાઈએ બીજા ભાઇ અને ભાભીને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાપુનગરમાં બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થતા એક ભાઈએ બીજા ભાઈ અને તેની પત્ની સાથે મારઝુડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બીજા ભાઈની પત્નીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જેઠ,જેઠાણી અને તેના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

બાપુનગરના ઈન્દીરા ગરીબનગરમાં રહેતા કલ્પનાબેન નિમજે શુક્રવાર રાતે તેના પતિ દેવેન્દ્રભાઈ સાથે ઘર પાસે ઉભા હતા, ત્યારે જેઠ મહેન્દ્ર નિમજે તથા જેઠાણી રેખાબેન બંને ત્યાં આવ્યા હતા અને દેવેન્દ્રને ‘તું મારા ઘરમાં શું જોવે છે.’ તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા, જેથી કલ્પનાબેને ગાળો બોલવાની ના પાડતા મહેન્દ્ર નિમજે ઉશ્કેરાયો હતો અને ધક્કો મારીને કલ્પના બેનને જમીન પર પાડી દીધા હતા. ત્યારબાદ મહેન્દ્ર લાકડાનો ડંડો લઈને આવ્યો હતો અને કલ્પનાબેનના માથાના ભાગે એક ફટકો માર્યો હતો. દરમિયાન મહેન્દ્રભાઈનો દીકરો અજય નિમજે પણ ત્યાં આવ્યો હતો અને છરી બતાવીને જો તમે લોકોએ મારા પિતાનું નામ લીધું છે તો બંન્નેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા દેવેન્દ્ર અને તેની પત્ની કલ્પનાબેનને બચાવ્યા હતા. ત્યારબાદ કલ્પાનાબેન, દેવેન્દ્રભાઈ બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

બાપુનગરમાં 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો