તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરિટેજના દરજ્જાનો લાભ ઉઠા‌વવામાં મ્યુનિ. નિષ્ફળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવનારા અમદાવાદની વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધિ કરવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ ગયું છે. મ્યુનિ.એ હેરિટેજને લઇને પ્રવાસન વિકસાવાનો કોઇ પ્લાન પણ તૈયાર નથી કર્યો. આ આંચકારૂપ વિગતો જમાલપુરના કોર્પોરેટરે માંગેલી એક માહિતીથી બહાર આવી છે. મ્યુનિ.એ સ્વીકાર્યું છે કે, તેમને હેરિટેજથી એક પણ રૂપિયાની આવક થતી નથી.

જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીમાં મ્યુનિ.કોર્પોરેશને આ ખુલાસો કર્યો હતો. શાહનવાઝ શેખે પૂછ્યું કે, હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી કેટલીક મિલકતોને હેરિટજેનો દરજ્જો અપાયો છે. જેના જવાબમાં મ્યુનિ.એ કહ્યું કે, દરજ્જો મળ્યા પછી એક પણ મિલકતને હેરિટેજનો દરજ્જો આપ્યો નથી. એટલું જ નહીં હેરિટેજને લઇને ટુરિઝમ મેનેજમેન્ટ પ્લાનનો પણ અમલ કરાયો નથી અને મ્યુનિ. કોર્પોરેશનને એક પણ રૂપિયાની આવક થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો