તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Beggar Looted The Throat Of The Beggar And Threw The Silver Pieces 024523

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિક્ષુક મહિલાનું ગળું દબાવી હત્યા કરી લુટારુ ચાંદીનાં કડાં લૂંટી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણીપ ફ્લાયઓવર નીચે આવેલા સુંદરવનના કાચા છાપરામાં રહેતી અને ભિક્ષુકવૃત્તિ કરતી વૃદ્ધાને ગળું દબાવીને મારી નાખી લુટારુ હાથ-પગમાં પહેરેલા ચાંદીના કડા લૂંટી ગયા. રાણીપ પોલીસે હત્યારાને શોધી કાઢ્યો છે અને તેની પાસેથી વૃદ્ધાનાં કડાં કબજે કર્યાં છે.

સુંદરવનના છાપરામાં રહેતાં લક્ષ્મીબહેન નવાજી બાવરી(65)ના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ સંતાન ન હોવાથી એકલાં જ રહેતાં હતાં અને ભિક્ષુકવૃત્તિ કરતાં હતાં. લક્ષ્મીબહેન નજીકમાં રહેતાં લસીબહેન સાથે વહેલી સવારે 4થી 5 વાગ્યે ભિક્ષુકવૃત્તિ માટે જતાં અને 12 વાગ્યે પાછાં આવી જતાં હતાં.

સોમવારે સવારે લસીબહેન લક્ષ્મીબહેનને બોલાવવા આવ્યાં હતાં ત્યારે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઊઠ્યાં નહોતાં. આથી પાડોશમાં રહેતા ગીગાજી બાવરીને બોલાવતા તેમણે લક્ષ્મીબહેનને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ જાગ્યાં નહોતાં. બીજી બાજુ તપાસ કરતા લક્ષ્મીબહેને પગ અને હાથમાં પહેરેલા 12 હજારની કિંમતના ચાંદીના કડા પણ ન હતા. આથી ગીગાજીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસે તપાસે કરતા લક્ષ્મીબહેન મૃત્યુ પામ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ગીગાજીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી લીધો છે. પીઆઈ જે. જી. પટેલના જણાવ્યાનુસાર, હત્યા કરનારાની ધરપકડ કરી તેની પાસેથી કડાં જપ્ત કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો