બાર કાઉન્સિલે નાના વકીલોને 3 કરોડ સહાય આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યભરના જરૂરિયાતમંદ વકીલોને આપવા 3 કરોડની સહાય કરી છે.લોકડાઉન બાદ રાજ્યભરની તાલુકા સ્તરની અદાલતોમાં નાના વકીલોની સ્થિતિ કફોડી બની છે. કોરોનાને લીધે અનેક વકીલોની વકાલત બંધ થતા તેમની આવક બંધ થઇ ગઈ છે. આ સ્થિતિમાંથી બહાર લાવવા રાજ્યભરના 250 બાર એસોસિએશનના વકીલો માટે સહાય આપવાનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચૅરમૅન કે.સી પટેલ અને શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લા દ્વારા નિર્ણય લેવાયો છે.જરૂરિયાતમંદ વકીલોને મહિને 5000 રૂપિયા ચૂકવામાં આવશે. જિલ્લા સ્તરના બાર એસોસિએશનને 5 લાખ સુધીની મદદ કરવામાં આવશે. તેમાં જે.જે પટેલે 1 લાખ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઉપપ્રમુખ રાજેશ પારેખે 20 વકીલોને 3 મહિનાનું કરિયાણું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...