• Gujarati News
  • National
  • Ahmedabad News The Bank Will Have To Report For Sufficient Relief From Emi For 3 Months Now 055053

3 મહિના EMIથી હાલ પૂરતી રાહત મેળવવા બેન્કને જાણ કરવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનના કારણે લોનધારકો અને ક્રેડિટ કાર્ડધારકોને તેમના હપતા ચૂકવવા માટે આરબીઆઈએ ત્રણ મહિનાની છૂટ આપી છે, પણ આ છૂટનો લાભ લેવા ગ્રાહકે બેન્કને તે અંગેની જાણ કરવાની રહેશે અને જો બેન્કને જાણ નહિ કરી હોય તો બેન્ક સેવિંગ એકાઉન્ટ કે સેલેરી એકાઉન્ટમાંથી હપતો કપાઈ જશે. બેન્કમાં જાણ ન કરી નહિ હોય તો એપ્રિલનો ઈએમઆઈ ઓટોમેટિક કપાઈ જશે.

લોકડાઉનને પગલે ગત 27 માર્ચે આરબીઆઈએ જાહેરાત કરીને ગ્રાહકોના લોનના હપતા અને વ્યાજ 30 જૂન સુધી ભરવાની છૂટ આપી હતી. માર્ચ, એપ્રિલ અને મેના હપતા જૂન સુધીમાં ભરી શકાશે, પણ તે માટે દરેક લોનધારકે બેંકમાં જઈને અરજી કરવાની રહેશે.

લોનધારક આ જાણ ન કરી શકે તો તેના સેવિંગ અથવા સેલેરી એકાઉન્ટ, જે પહેલાંથી લોન એકાઉન્ટ સાથે લિંક હોવાથી તેમના ખાતામાંથી ઓટોમેટિક હપતો કાપી લેવામાં આવશે.

બેન્કને જાણ નહીં કરાય તો હપતો કપાઈ જશે

અન્ય સમાચારો પણ છે...