તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Application For Rally Approval Was Withdrawn In Opposition To The Caa 055022

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CAAના વિરોધમાં રેલીની મંજૂરી માટેની અરજી પરત ખેંચાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમાલપુરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં 19 જાન્યુઆરીએ શાંતિપૂર્ણ રેલી કાઢવા માટેની પરવાનગી પોલીસ ઇરાદાપૂર્વક વિલંબ કરી રહી હોવાના આક્ષેપ કરતી હાઇકોર્ટમાં રિટ પિટિશન કરાઈ હતી. જોકે હાઇકોર્ટનું અરજી ફગાવવાનું વલણ જોઇ અરજદારો દ્વારા અરજી પરત ખેંચાઈ હતી.

અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, 10 જાન્યુઆરીએ સીએએના વિરોધ કરવા માટે રેલીની પરવાનગી ગાયકવાડ પોલીસમાં કરાઈ છે, પરંતુ અમદાવાદમાં હાલમાં કલમ-144 લાગુ હોવાનું કારણ આપી પોલીસ રેલીની પરવાનગી આપતી નથી. સરકાર તરફે રજૂઆત કરાઇ હતી કે, શાહઆલમમાં આ મામલે ધમાલ થઇ હતી. ત્યારથી વિસ્તામાં રેલીની પરવાનગી અપાઈ નથી. જો રેલીને મંજૂરી અપાશે તો તો ધમાલની શક્યતા છે. હાઇકોર્ટે અરજદારોને ટકોર કરી હતી કે, પરમિશનની રાહ જોવો નહીંતર અરજી પાછી ખેંચો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો