તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The 13 Crores Gold Cousin Stuck To The Business To Start A Business 024646

ધંધો શરૂ કરવા આપેલા 13 લાખના સોનાનો પિતરાઈ ભાઈએ ફાંદો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ખાડિયામાં દાગીના બનાવવાની મજૂરી કરતા પુરુષે મામાના દીકરાને ધંધામાં સોનાની જરૂર હોવાથી ઘરના 440 ગ્રામ(રૂ.13.20 લાખ)નું સોનું ઓગાળીને આપી દીધું હતું. પરંતુ મામાનો દીકરો તે જ સોનાનો ફાંદો કરી ગયો હતો.

ભાઈ બેકાર હતો એટલે તેને મદદ કરવા માટે પત્નીના 440 ગ્રામનું સોનું ઓગાળવા આપ્યું હતું
ખાડિયાની જેઠાભાઇની પોળમાં રહેતા કેતનભાઇ સોની(47) વર્ષોથી સોનાચાંદીના દાગીના બનાવવાની મજૂરી કામ કરતા હતા. પરંતુ છેલ્લા 5 મહિનાથી બેકાર છે. કેતનભાઇના મામાના દીકરા જયેશ રાજપૂત (હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ, મણિનગર) કાલુપુર રતનપોળ હાથીખાનામાં આવેલા સ્વામિનારાયણ બિલ્ડિંગમાં દુકાન ધરાવીને સોનાચાંદીના દાગીના બનાવવાનું કામ કરતો હતો. જેથી જયેશભાઇ અવારનવાર દાગીના બનાવવાની મજૂરી કરવા માટે કેતનને તેની દુકાને બોલાવતા હતા.

લગભગ 5 મહિના પહેલા જયેશભાઇએ કેતનભાઈને દુકાને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે મારે ધંધા માટે સોનાની જરૂર છે, તમે મને 440 ગ્રામ સોનું હાથ ઉછીનું આપો, તમને થોડા સમયમાં સોનુ પાછું આપી દઇશ. જો કે કેતનભાઇ પાસે સોનુ નહીં હોવાથી તેમણે તેમના પત્ની અને પોતાના પરિવારના સભ્યોના દાગીના ઓગાળીને જયેશભાઇને 440 ગ્રામ સોનુ(કિંમત રૂ.13.20 લાખ) આપ્યું હતું. જયેશ 1 મહિનામાં સોનુ પાછું આપી દેવાની વાત કરી હતી, પરંતુ 1 મહિના પછી જયેશ ગલ્લાતલ્લાં કરવા લાગ્યો હતો. લગભગ 5 મહિના સુધી જયેશભાઇએ સોનુ પાછું ન આપતા આખરે કેતનભાઇએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેના આધારે પોલીસે જયેશભાઇ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સ્ટેમ્પ પેપર પર લખાણ આપ્યું હતું
જયેશભાઇએ કેતનભાઇ પાસેથી 440 ગ્રામ સોનુ હાથ ઉછીનું લીધું હોવા અંગે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કર્યું હતું. જેમાં સોનુ 1 મહિનામાં પાછું આપી દેવાની બાંયધરી આપી હતી. તેમ છતાં પણ જયેશભાઇએ સોનુ પાછું આપ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...