તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થલતેજના સિલ્વર સ્કવેરમાં એકસાથે 4 દુકાનનાં તાળાં તૂટ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થલતેજ બાગબાન ચાર રસ્તા ઉપર આવેલા સિલ્વર સ્કવેર બિલ્ડિંગમાં આવેલી 4 દુકાનો - ઓફિસોની બારીઓના લોક તોડીને ચોર ટોળકી ઘૂસી આવી હતી, જેમાંથી શ્રી એસ. એન્ટર પ્રાઈઝ નામની દુકાનના ડ્રોઅરમાંથી રોકડા રૂ.19,500, ઓમ્બ્રી નામની દુકાનમાંથી રોકડા રૂ.4 હજાર, મહેંદી બ્યુટી કેર નામની દુકાનમાંથી વકરાના રૂ.29 હજાર ચોરી ગયા હતા. આ ઉપરાંત સોહમ ડેન્ટલ કેર ક્લિનિકની બારીનું પણ લોક તોડવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી કશું ચોરાયુ ન હતુ. તસ્કરોએ કુલ 4 દુકાનોના તાળાં તોડ્યાં હતાં. જેમાંથી 3 દુકાનોમાંથી રોકડા રૂ. 52,500 ચોરી ગયા હતા.આ અંગે ઘુમામાં રહેતા રિતેશસિંહ બીસ્ટએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાજપથ કલબની પાછળની સાઈટ પરથી રૂ.2.25 લાખનું મટીરિયલ ચોરાયું
મણિનગર ભુલાભાઇ પાર્ક વિનય વિહાર સોસાયટીમાં રહેતા રાજન ગણપતભાઇ અમીન(27) નવરંગપુરા સીજી રોડ પરની ઈશાન ઈલેકટ્રીકલ્સમાં ઈલેકટ્રીકલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. હાલમાં રાજપથ કલબ પાછળ એસ્ટ્રલ હાઉસ ખાતે કામ ચાલતુ હોવાથી બેઝમેન્ટમાં પતરાના રૂમમાં સર સામાન મુક્યો હતો. તેમાંથી ચોરો ઈલેકટ્રીક વાયર, કોપર પટ્ટી, ડ્રીલ મશીન, કટર મશીન અને કોપરની પાઈપો મળીને કુલ રૂ.2.25 લાખના મટીરીયલની ચોરી થઇ હતી. આ અંગે રાજન અમીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો