ટેલિકોમ, રિયાલ્ટી, ઓટો-સીજી શેર્સમાં સુધારો ધોવાયો: નિફ્ટી 10800ની નીચે

373ની અફરા-તફરી બાદ સેન્સેક્સ 97 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી પણ 10800ની નીચે

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:47 AM
Ahmedabad News - telecom realty auto cg stocks were cleared up nifty below 10800 024705
ચાર દિવસના સુધારા પછી ગુરુવારે સેન્સેક્સ ઘટવા છતાં સુધરેલા ટેલિકોમ, રિયાલ્ટી, ઓટો અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં જોવા મળેલી સુધારાને આજે બ્રેક વાગી હતી. સેન્સેક્સ પણ દિવસ દરમિયાન 108 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે સુધારો અને 265 પોઇન્ટનો ઘટાડો મળી કુલ 373 પોઇન્ટની વોલેટિલીટીના અંતે 96.66 પોઇન્ટના ઘટાડા સાથે 36009.84 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 26.65 પોઇન્ટ ઘટી 10800 પોઇન્ટની સપાટી ફરી એકવાર તોડી 10794.95 પોઇન્ટ બંધ રહ્યો હતો. બજાર બંધ થયા પછી ઇન્ફોસિસે જાહેર કરેલા પરીણામો પણ માર્કેટ સેન્ટિમેન્ટથી વિપરીત આવ્યા છે. ચોખ્ખો નફો 30 ટકા તૂટ્યો છે. પરંતુ કંપનીએ રૂ. 8260 કરોડના શેર્સ બાયબેકની જાહેરાત કરી છે. તેની અસર સોમવારે શેરના ભાવ ઉપર કેવી રહેશે તે જોવાનું રહેશે. વૈશ્વિક શેરબજારોમાં પણ મેજર ઇવેન્ટની ગેરહાજરીમાં સુસ્તી જોવા મળી હતી. જોકે, યુરોપિયન બજારોમાં સાધારણ સુધારાની ચાલ રહી હતી.

માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2789 પૈકી 1199માં સુધારો અને 1411 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સાવચેતી અને પ્રોફીટબુકિંગનું બની રહ્યું છે.

સેન્સેક્સમાં સાપ્તાહિક 325નો સુધારો: જોકે સપ્તાહ દરમિયાન સેન્સેક્સે 325 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે પણ 887 પોઇન્ટની વધઘટ નોંધાવી છે.

પરીણામ પછી ટીસીએસ 2.45 ટકા તૂટ્યો: ટીસીએસે Q3 માટે ચોખ્ખા નફામાં 24 ટકા વૃદ્ધિ નોંધાવી હોવા છતાં ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધોરણે નફો સંકડાયો હોવાથી શેર આજે 2.45 ટકા ઘટી રૂ. 1841.95ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 31 પૈકી 22 સ્ક્રીપ્સમાં આજે ઘટાડો રહ્યો હતો. તે પૈકી ઇન્ડસઇન્ડ બેન્ક પણ પરીણામની નેગેટિવ અસરે 3.26 ટકા ઘટી રૂ. 1515.40 બંધ રહ્યો હતો.

યસ બેન્કના સીઇઓની રેસમાં રજત મોંગા આગળ: યસ બેન્કના સીઇઓની રેસમાં ફોરિન બેન્કના સીઇઓ અને યસ બેન્કના એક્ઝિક્યુટિવ રજત મોંગા આગળ હોવાનું સૂત્રો જણાવે છે. મોંગા 2004માં બેન્ક સ્થપાઇ ત્યારથી બેન્ક સાથે જોડાયેલા છે અને હાલમાં સિનિયર ગ્રૂપ પ્રેસિન્ડેટ, ફાઇ. માર્કેટ તરીકે કામ કરે છે. આ અટકળ પાછળ જોકે, યસ બેન્કનો શેર 1.47 ટકા ઘટી રૂ. 183.95 બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો વધુ નરમ

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 7 પૈસાની નરમાઇ સાથે રૂ. 70.48ની સપાટીએ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં નરમાઇની ચાલ જોવા મળી હતી.

X
Ahmedabad News - telecom realty auto cg stocks were cleared up nifty below 10800 024705
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App