તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Teachers39 Costing Questions Will Be Resolved Through The Deo Office 020107

શિક્ષકોના પડતર પ્રશ્નો ડીઇઓ ઓફિસ સામે ચાલીને ઉકેલશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

શિક્ષકો પોતાના વહીવટી પ્રશ્નોના કારણે ભણાવવા પર ધ્યાન આપી શકતા નથી. સાથે જ ગ્રામીણ વિસ્તારના શિક્ષકે ડીઇઓ ઓફિસમાં કામ માટે આવવા એક દિવસ આપવો પડે છે. જેને કારણે તે એક દિવસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય ડીઇઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ વિઝિટ દરમિયાન આવનારા અધિકારીને શિક્ષકે ડીઇઓ કચેરીમાં પોતાના પડતર પ્રશ્નનું લિસ્ટ આપવું. ત્યારબાદ તે શિક્ષકના પડતર પ્રશ્નો પર ડીઇઓ કચેરી દ્વારા જ કાર્યવાહી થશે.

ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ સુધારવા માટે ગ્રામ્ય ડીઇઓ દ્વારા ત્રણ-ત્રણ સભ્યોની સાત ટીમ તૈયાર કરવામાં આવી છે. જે વિવિધ સ્કૂલોની વિઝિટ કરશે. શરૂઆતમાં 105 સ્કૂલોને આ પ્રોજેક્ટમાં સામેલ કરાશે.

ગ્રામ્ય- ડીઇઓ આર.આર વ્યાસે જણાવ્યું હતુ કે, જ્યારે અમારી ઓફિસની ટીમ વિઝિટ કરશે તો સ્કૂલની ખરાબ બાબતોને સુધારવા નિર્દેશ કરશે. સાથે જ સારી બાબતોને બિરદાવશે. સાથે જ શિક્ષકોના ડીઇઓ ઓફિસમાં જે પ્રશ્નો હશે તેનું લિસ્ટ પણ અમે મંગાવીશું. જેથી શિક્ષકો મુક્તમને શિક્ષણ કાર્ય કરી શકે.

અન્ય સમાચારો પણ છે...