તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Teachers Were Confused By The Meeting Of The Election At The Time Of The Examination 054512

પરીક્ષાના સમયે જ ચૂંટણીની મિટિંગથી શિક્ષકો મૂંઝાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ચૂંટણીને કારણે સ્કૂલોની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો. પરંતુ શનિવારે સવારે 8થી 10 સ્કૂલોમાં પેપર હોવા છતાં પણ ઈલેક્શનની મિટિંગનું આયોજન કરાયું છે. જેથી શિક્ષકોને હેરાનગતિ થઈ રહી છે. આથી શિક્ષકોમાં વિરોધ છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, તમામને 10 એપ્રિલે ઓર્ડર કરાયો હતો કે શિક્ષકોએ 13 એપ્રિલે ઈવીએમ મશીનની ટ્રેનિંગ અને વોર્ડ ફાળવણી અંગેની મિટિંગમાં હાજર રહેવું. શિક્ષકોએ ઉપરી અધિકારીઓને પરીક્ષા અને મિટિંગની તારીખ એક જ છે તેની રજૂઆત કરી હતી. પરંતુ છેલ્લા દિવસ સુધી કોઈ નિર્ણય ન લેવાતાં શિક્ષકોએ પરીક્ષામાં હાજરી આપવી કે મિટિંગમાં પહોંચવું તે અંગે અસમંજસમાં છે.

અન્ય સમાચારો પણ છે...