તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ વિભાગે ભેગો કરેલો ડેટા લીક થવાનો શિક્ષકોને ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

આગામી સમયમાં સરકારી પ્રાથમિક સ્કૂલોની અને શિક્ષકોની માહિતી ઓનલાઇન થશે. જેને લઇ શિક્ષકો માહિતી એકઠી કરીને તૈયારી કરી રહ્યાં છે. પરંતુ સરકાર દ્વારા ડેટા લીક થવાનો શિક્ષકોને ભય છે. ડેટામાં શિક્ષકોની નોકરી અને બેન્કની માહિતી રહેશે. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, આવનારા સમયમાં તમામ શિક્ષકોનો પગાર પણ કેન્દ્રિય ધોરણે થાય તેવું શિક્ષણ વિભાગનું પ્લાનિંગ છે. સ્કૂલમાં ગ્રાન્ટની ફાળવણી પણ હવે ગાંધીનગરથી જ થશે. આથી દરેક સ્કૂલો, શિક્ષકો પાસેથી માહિતી મંગાવાઇ છે. જિલ્લા પંચાયતની સ્કૂલોની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના શિક્ષકોને પણ ડેટા તૈયાર કરવાની સૂચના અપાઇ છે. બે મહિનાના પગાર બિલ મેન્યુઅલી તૈયાર થશે, ત્યારબાદ ઓનલાઇન જનરેટ થયેલી પે સ્લિપ શિક્ષકોને મળશે.

સંપૂર્ણ સિસ્ટમ સુરક્ષિત છે: શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, શિક્ષકોની માહિતી સરકારના જ સર્વરમાં સેવ થશે. આથી ત્યાંથી ડેટા લિક થવાનો કોઇ જ પ્રશ્ન નથી. ઉપરાંત શિક્ષકોના પગાર કેન્દ્રિય ધોરણે કરવાનું પ્લાનિંગ હોવાથી શિક્ષકો પાસે બેન્ક ડિટેઇલ મગાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...