તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઈન ફ્લૂથી 48 કલાકમાં વધુ 3નાં મોત, 2 મહિનામાં 825 કેસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં છેલ્લા 48 કલાકમાં સ્વાઇન ફ્લૂથી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે.જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ચાલુ વર્ષ દરમિયાન 825 પહોંચી છે. 2018 દરમિયાન સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ 777 હતા. જેની સરખામણીએ બે મહિનામાં જ કેસની સંખ્યા 825 પર પહોંચી છે અને ચાલુ વર્ષનો કુલ મૃત્યુઆંક 19 થયો છે. માત્ર પાંચ જ દિવસમાં સ્વાઇન ફ્લૂના નવા 100 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

સ્વાઇન ફ્લૂથી સરસપુરની 48 વર્ષીય મહિલાનું રાજસ્થાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. જ્યારે સોલાની 50 વર્ષની મહિલાનું સારવાર દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. સ્વાઇન ફ્લૂથી મોતની ત્રીજી ઘટના સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ હતી. સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહેલા બાપુનગરના 50 વર્ષિય આધેડનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ.

શહેરમાં સ્વાઇન ફ્લૂ ઉપરાંત મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, કમળા અને ટાઇફોડ સહિતના કુલ 500થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

રોગચાળાનું સરવૈયું
ઝાડા-ઊલટી 247

ટાઈફોઈડ 155

કમળો 95

મેલેરિયા 19

ડેન્ગ્યુ 10

ચિકનગુનિયા 02

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો