તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Swaminarayan Temple Will Be Worn In Paldi Maninagar Kumkum Swaminarayan Temple After Completion Of Dhanurama 020019

ધનુર્માસ પૂર્ણ થતાં પાલડી-મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં વસ્ત્રદાન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ મંદિર કુમકુમ અને મણિનગર ગાદી સંસ્થાનમાં સોમવારે એક માસથી ચાલતા ધનુર્માસની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે 5.30થી 7 વાગ્યા સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે.

ભગવાનને તલ સાંકળી, ગુંદરપાક, બદામપાક, સીંગપાક, બોર, જામફળ, શેરડી આદિના થાળ પણ ધરાવામાં આવશે.

કુમકુમ મંદિર પાલડીમાં પણ સવારે 7.30થી 9 સુધી સત્સંગ સભા યોજાશે. ભક્તો સંતોને દાન કરશે. કુમકુમ સ્વામિનારાયણ મંદિર સાધુ પ્રેમવત્સલદાસજીના જણાવ્યાનુસાર, મકરસંક્રાંતિ સૂર્ય પર આધારિત છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહેવાય છે.

સૂર્ય મકરમાં પ્રવેશતાં જ ધનુર્માસ પૂર્ણ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતાં નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોવાથી લૌકિક શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે.

કુમકુમ મંદિરમાં 8 ફૂટ લાંબો પતંગ મુકાયો
ઉત્તરાયણ તહેવાર નિમિત્તે કુમકુમ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં 8 ફૂટ લંબાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતો ત્રિરંગો પતંગ મુકવામાં આ‌વ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...