તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Swami Narayan Mantra Tunes Saints On Sunday At Maninagar Kumkum Swaminarayan Temple 055033

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે સ્વામિનારાયણ મંત્રની ધૂન, સંતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે સ્વામિનારાયણ મંત્રની ધૂન, સંતો દ્વારા વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદજીની 157મી જયંતીની પણ ઉજવણી કરાઈ હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને ઉદ્દેશીને જણાવ્યું કે, આપણે સ્વામી વિવેકાનંદજીએ આપેલા જીવન સંદેશને જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે. તેઓ કહેતા કે, જીવનમાં ધ્યેય સિદ્ધ કરવા ઊઠો- જાગો અને ધ્યેયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. જે મનુષ્ય પોતાના જીવનમાં કાંઈ સિદ્ધ નથી કરતો તેનું જીવન નિરર્થક છે. દેશ સમાજ માટે ઉપયોગી જીવન જીવતા શીખો. સ્વામી વિવેકાંનદજી કહેતા કે, જરૂર છે મર્દોની, સાચા મર્દોની, બીજું બધું તો થઈ રહેશે. ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો