• Gujarati News
  • National
  • Ahmedabad News Svp Doctors39 Strike Due To A Dispute With The Relatives Of The Patient 054515

દર્દીનાં સગાં સાથે ઝઘડો થતાં SVPના ડોક્ટરોની હડતાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | એસવીપી હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે દર્દીનાં સગાં સાથે બોલાચાલી થતાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી હતી. અધિકારીઆેની દરમિયાનગીરીથી હડતાળ સમેટાઇ હતી.

અધિકારીઓની દરમિયાનગીરીથી હડતાળ સમેટાઈ
રવિવારે મોડી રાત્રે 12.30 કલાક પછી એસવીપી હોસ્પિટલનાં ઇમરજન્સી વિભાગમાં અકસ્માત કેસના પાંચથી છ દર્દી સારવાર માટે આવ્યા હતા. આ દરમિયાન એક દર્દીની સારવારમાં મોડું થતાં દર્દીના સગાંએ બોલાચાલી કરતાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા.

એસવીપીના સુપરિટેન્ડેન્ટ ડો. સંદીપ મલ્હાને કહ્યું, ઇમરજન્સી વિભાગમાં પાંચથી વધુ કેસ આવ્યા હતા. ડોક્ટરો જેને વધુ ઇજા હોય તેમની પ્રથમ સારવાર કરતાં હતા. જ્યારે આ દર્દીને સામાન્ય ઇજા હોવાની સાથે તેનો કેસ પેપર આવે તેની ડોક્ટરો રાહ જોતા હતા. પણ દર્દીના સગાંએ ધીરજ ગુમાવી હતી.

સોલા સિવિલમાં વર્ગ-4 કર્મચારી હડતાળ પર
સોલા સિવિલ અને કોલેજમાં વર્ગ-4ના 250 કર્મચારીને કોન્ટ્રાક્ટરે બે મહિનાથી પગાર, 9 માસથી પીએફ ન ચૂકવતાં સોમવારે કર્મચારીઆે હડતાળ પર ઉતરી ગયાં હતા.

અન્ય સમાચારો પણ છે...