Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 જાન્યુ.એ રાજયશસૂરિ મ.સાના હસ્તે વીતરાગયશ વિ.ને સૂરિપદ અર્પણ કરાશે
બહુમુખી પ્રતિભા સંપન્ન સૂરિવર્ય રાજયશસૂરિ મ.સા.ના હસ્તે ગણિવર્ય વીતરાગયશ મ. સા.નો 16 જાન્યુઆરીએ આચાર્યપદ પદારૂઢ મહોત્સવ યોજાશે. જૈનાચાર્ય પૂજ્યપાદ રાજયશસૂરિજી મ.સા.ના શિષ્ય ગણિવર્ય વીતરાગયશ વિ. મ. સા. પણ સંયમ પંથમાં વિનય, વિવેક, સમર્પણભાવ, શાસ્ત્રાભ્યાસ અને અનેક પ્રકારની કાર્યદક્ષતા જેવા ગુણોને સાધી સૂરિપદ પર 16 જાન્યુઆરીએ આરૂઢ થશે.
તેમના આ સૂરિપદારૂઢ મહોત્સવને ભવ્યતાથી મનાવવા દેશના અનેક સંઘો અને ગુરુભક્તો ઉત્સાહિત છે.એસજી હાઈવે પર હેબતપુરમાં વીનસ અલ્ટિમામાં ગુરુવારે સવારે 5.30 વાગ્યે મુમુક્ષુ તીર્થકુમાર અને મુમુક્ષુ ઉર્વીબેનની દીક્ષા પ્રારંભ થશે. જ્યારે મુમુક્ષુ તીર્થકુમાર વીતરાગયશ વિ. મ. સા.ના શિષ્ય બનશે. ત્યાર બાદ સવારે 8 વાગ્યે આચાર્ય પદપ્રદાન વિધિ પ્રારંભ થશે.
સવારે 11 વાગ્યે સર્વ મંગલ પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા થશે.આ મહોત્સવ અંતગર્ત નરોડામાં પાર્શ્વ-પદ્માવતી પૂજન, સોલા રોડમાં ભાવઆચાર્ય પૂજન, મહાપ્રભાવિક ભક્તામર સ્ત્રોત પૂજન ભણાવાયા હતા. અનેક ગુરુભક્તોએ 360 જિનાલયમાં 360 સાધુ-સાધ્વીઓને સંયમ ઉપયોગી ચીજવસ્તુઓ સમર્પણ, 360 જીવોને અભયદાન, 3600 લોકો માટે અનુકંપાદાન જેવા કાર્યક્રમો આયોજિત કર્યા હતા.
‘ગુરુકૃપા હી કેવલમ્’ વીતરાગ યશજીનો જીવન સિદ્ધાંત
‘ગુરુકૃપા હી કેવલમ્.’ જો ગુરુની કૃપા કેવલજ્ઞાન પણ અપાવી શકે તો સૂરિપદની યોગ્યતા પણ આપી શકે જ. એમનામાં ભવ્યતા જોઈ ગુરુ ભગવંતે તેમને પ્રસન્નતાપૂર્વક આચાર્યપદ પર આરૂઢ કરવા નિર્ણય કયો છે. વીતરાગયશ વિ.મ.સા. જીવનમાં આ જ સિદ્ધાંતને અપનાવી શાસ્ત્રાભ્યાસ કર્યો છે.