તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Surat Ahmedabad Gujarat Pradesh In A Public Meeting Of Big Wages In Surat 054554

સુરત/અમદાવાદ : સુરતમાં મોટા વરાછાની એક જાહેર સભામાં ગુજરાત પ્રદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત/અમદાવાદ : સુરતમાં મોટા વરાછાની એક જાહેર સભામાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જિતુ વાઘાણીએ કોંગ્રેસના સંદર્ભમાં હરામજાદા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ચૂંટણી પંચે જિતુ વાઘાણી સામે સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ ઓલપાડ પ્રાંત અધિકારીએ રિપોર્ટ કર્યો છે કે હરામજાદા શબ્દપ્રયોગથી આચાર સંહિતાનો કોઇ ભંગ થતો નથી. પરિણામે ચૂંટણી પંચે સમગ્ર મામલાની તપાસ કરવા પોલીસને કહ્યું છે. આ વિસ્તાર પોલીસની દૃષ્ટિએ અમરોલી પોલીસ મથકની હદમાં હોવાથી અમરોલી પોલીસ આ મુદ્દે તપાસ કરશે.

બીજી તરફ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાને ચૂંટણી પંચે નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. અર્જૂન મોઢવાડિયાએ બનાકાંઠાના ડીસામાં યોજાયેલી ચૂંટણી સભામાં 56ની છાતી તો ગધેડાની હોય એવું નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...