તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10ના વિદ્યાર્થીનો સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરમતી નદીના એલિસબ્રિજ પુલ પાસે હરિહરાનંદ આશ્રમ પાસે આવેલ વોક વે રિવરફ્રંટ પરથી 20 વર્ષીય યુવકે નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. રિવરફ્રંટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ઘરી છે.

ખાત્રજના ઈલેક્ટ્રોનિકસ કમલદીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રહેતા રાહુલ સાલવી (ઉં.વ.20)એ શનિવારે સવારે એલિસબ્રિજ પુલ પાસે હરિહરાનંદ આશ્રમ પાછળની વોક-વે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી, સાબરમતી નદીમાંથી રાહુલનો મૃતદેહ તરતો દેખાતાં આસપાસના લોકોએ ફાયર અને પોલીસને ફોન કરીને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહુલનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો અને રિવરફ્રંટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો, તથા રાહુલના પરિવાર જનોને આ અંગેની જાણ કરી હતી. આ ઘટના અંગે રિવરફ્રંટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મરણ પામનાર રાહુલ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. જો કે તેણે રાહુલે ક્યાં સંજોગોમાં સાબરમતી નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેની કોઈ વિગતો પોલીસને મળી નથી. જેથી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા માટે રાહુલના પરિવારના સભ્યો સાથે રાહુલ વિશેની પૂછપરછ હાથ ધરી છે. તથા રાહુલના રિપોર્ટની પણ પોલીસ રાહ જોઈ રહી છે. હાલ તો પોલીસે અગમ્ય કારણસર રાહુલે આપઘાત કર્યો હોવાનું જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો