વિદ્યાર્થીઓએ શહિદ પરીવારો માટે ફંડ એકત્રિત કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : જી.ટી.યુ સંલગ્ન સંસ્થાઓને સશસ્ત્રસેના ધ્વજદિન ઉજવણી અંતર્ગત દેશ કાજે પોતાના પ્રાણની આહુતી આપનાર સૈનિકોના પરીવાર માટે ફંડ એકત્રિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ (જીટીયુ) પાટણના એન.એસ.એસ વિદ્યાર્થીઓ દ્વારા સશસ્ત્રસેના ધ્વજદિન ઉજવણી અંતર્ગત દેશ કાજે પોતાના પ્રાણની આહુતી આપનાર સૈનિકો ને ખરા અર્થમાં શ્રધાંજલિ આપવાના ભાવ સાથે જી.ટી.યુના કુલપતિને રૂ.૫૧,૧૦૧નો ચેક અપર્ણ કર્યો હતો. તેમજ અન્ય ઘણી સંસ્થાઓ એ જી.ટી.યુ દ્વારા કરવામાં આવેલ પહેલને સહકાર આપતા યથા શક્તિને યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...