તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસપુરમાં 2 જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરકોટડા વિસ્તારમાં એવરેસ્ટ રોડ પર આવેલી પતરાવાળી ચાલીમાં બે જૂથો વચ્ચેની બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે મોટી ઇજા થઈ નહોતી. આ ઘટના બાદ લોકો અને પોલીસ વચ્ચે પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાઈ હતી. જોકે પોલીસે આ બાબતને નકારી કાઢી હતી. પતરાવાળી ચાલીમાં એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. બનાવની જાણ થતા શહેરકોટડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ લોકડાઉનનો અમલ કરાવતા સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની અફવા ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...