તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટીલની માગ 7 ટકાના દરે વૃદ્ધિ સાધશે : ઇન્ડસ્ટ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં સ્ટીલની માગ 2019-2020માં 7 ટકાના દરે વૃદ્ધિ સાધશે તેવો નિર્દેશ ભારતીય સ્ટીલ એસોસિયેશને દર્શાવ્યો છે. ભારતની સ્ટીલની માગ કેલેન્ડર વર્ષ 2019 માં 7.1 ટકા અને કેલેન્ડર વર્ષ 2020 માં 7.2 ટકા વધશે.નાણાકીય વર્ષ માટે, 2019-20 અને 2020-21 બંનેમાં સ્ટીલની માંગમાં વૃદ્ધિ 7.2 ટકાની રહેશે. વધુમાં આગાહી કરાઇ છે કે 2019 માં ભારતનો સ્ટીલનો વપરાશ 100 મિલિયન ટન (એમટી) ની સપાટીએ પહોંચશે. મજબૂત ઉત્પાદન ક્ષેત્ર, વૈવિધ્યસભર માંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝડપી ખર્ચ, જીડીપીમાં અપેક્ષિત વધારો અને ‘મેક ઇન ઇન્ડિયા’ પર ઝડપી ફોકસ થવાથી ભારતમાં સ્ટીલ વપરાશમાં વૃદ્ધિ વલણ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...