તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Std Presentation To The Education Minister For Canceling The Exam From 1 To 9 11 055047

ધો. 1થી 9, 11ની પરીક્ષા રદ કરવા શિક્ષણમંત્રીને રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને કારણે ધોરણ 1થી 9 અને 11ની વાર્ષિક પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગેની માંગણી વાલીમંડળે શિક્ષણમંત્રીને કરી હતી. શુક્રવારે વાલી મંડળ અને શિક્ષણમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 25 માર્ચની આસપાસ કોરોના વાઈરસ અંગે રાજ્યની સ્થિતિને ધ્યાને લઇને રજાઓ લંબાવવા અને વાર્ષિક પરીક્ષા અંગેનો નિર્ણય લેવાશે.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 25 માર્ચ સુધી રાજ્યની સ્થિતિને ધ્યાને લઈને પરીક્ષા અને રજાઓ લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે. અત્યારે વાર્ષિક પરીક્ષા અને રજા લંબાવવા અંગેનો કોઈ નિર્ણય લેવાયો નથી.

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, વાલીમંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી કે, ધોરણ 1થી 9 અને 11માં ધોરણની વાર્ષિક પરીક્ષા અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવે. કારણ કે કોરોનાના ડરની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર થઈ છે. ઉપરાંત જો નવું સત્ર 20 એપ્રિલથી શરૂ કરવાનું થાય તો પણ પરીક્ષા લેવાનું અને પેપર ચેકિંગ માટે પણ પૂરતો સમય મળશે નહીં. તેના કારણે આ ધોરણોમાં પરીક્ષા રદ કરવામાં આવે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાય.

વાર્ષિક પરીક્ષા અંગે પણ નિર્ણય લેવાશે

કોરોનાને પગલે વાલીમંડળની માગણી

અન્ય સમાચારો પણ છે...