તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં સીસીટીવી ફરજિયાત કરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

માર્ચમાં યોજાનારી ધો. 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં બોર્ડે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી ફરજિયાત કર્યા છે. ઉપરાંત એક સાથે 20 વિદ્યાર્થીની જ પ્રાયોગિક પરીક્ષા લેવાશે, પરંતુ સીબીએસઇએ પ્રેક્ટિકલ પરીક્ષા માટે ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપે માટે પરીક્ષકની સાથે વિદ્યાર્થીઓનો લાઇવ ફોટો અપલોડ કરવા જણાવ્યું છે, આથી જિયો ટેગિંગ ફોટો હોવાથી સીબીએસઇને રિયલ ટાઇમ અને જગ્યાની માહિતી પણ આપશે.

ગુજરાત બોર્ડે પ્રાયોગિક પરીક્ષા માટેની ધ્યાને લેવાની બાબત વિશે દરેક ડીઈઓને પરીક્ષા માટે યોગ્ય તૈયારીની સૂચના આપી છે.

પરિપત્રમાં જણાવાયું કે, પ્રેક્ટિકલ પરીક્ષા જે લેબમાં લેવાય ત્યાં સીસીટીવી જોઇશે જ. દરરોજ લેવાની પરીક્ષા 20 વિદ્યાર્થીની બેચમાં જ લેવાશે. ઉપરાંત બેચ પ્રમાણે અને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે પ્રાયોગિક પરીક્ષામાં લેવાનારા પદાર્થો, સાધનો પૂરતાં પ્રમાણમાં હોય તેની તકેદારી કેન્દ્ર સંચાલકોએ રાખવી પડશે. પરીક્ષામાં વિષયદીઠ 1 વિષય નિષ્ણાત, 1 પ્રયોગશાળા મદદનીશ, 1 સ્થાનિક સેવક તથા 1 બહારના વિષય નિષ્ણાત રહેશે. દરેક કેન્દ્રો પર એક એમએસી બીએડ શિક્ષક ફરજિયાત રીતે નિમવાનો રહેશે.

કોર્સ પૂરો કરવા તમામ સ્કૂલોને સૂચના અપાશે
પ્રાયોગિક માટેનો કોર્સ પૂરો થાય તે નિશ્ચિત કરવાનું કામ ડીઇઓનું રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે, પ્રાયોગિક પરીક્ષા પહેલા દરેક સ્કૂલોમાં પરીક્ષાનો કોર્સ પૂરો થયેલો હોવો જોઇએ, આથી વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં તકલીફ ન પડે. બોર્ડે પરીપત્રમાં જણાવ્યું હતું કે, દરેક સ્કૂલોને ડીઇઓ દ્વારા સૂચના અપાય કે પ્રાયોગિક પરીક્ષાની તારીખ પહેલા કોર્સ પૂરો થાય તે નિશ્ચિત કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો