તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજીથી અપડેટ રહો પરંતુ તેને હાવી ના થવા દો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી ખાતે નોલેજ શેરિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરેક્ટિવ સેશનમાં જીટીયુના વાઇસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે વિદ્યાર્થીઓ સાથે કેટલીક મહત્વની વાત શેર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, લાઈફમાં આગળ વધવા માટે ફોકસ જરૂરી છે. જેથી નિર્ધારીત કરેલા ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગ‌ળ વધો. હંમેશા જીવનમાં કંઈક નવું કરવાનો આગ્રહ રાખો આ જ બાબત તમને સફળ‌તા તરફ દોરી જશે. તમે ટેકનોલોજીના સ્ટુડન્ટસ છો ટેકનોલોજીથી અપડેટ પણ રહેવું જોઈએ પરંતુ ટેકનોલોજી તમારા પર હાવી ના થવી જોઈએ. નવીન શેઠ ઉપરાંત આલ્ફા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મણ પટેલ, ચેરમેન સુરેશભાઇ એમ.પટેલ અને વાઈસ ચેરમેન સંગીતા રાજેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કરિયર પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે તેમને પોતાના ગોલથી પણ અવગત કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...