- Gujarati News
- National
- Ahmedabad News State Gst Raids On Seven Businessmen In The City Who Took Bogus Itc Credits 054631
બોગસ ITC ક્રેડિટ લેનારા શહેરના 7 વેપારી પર સ્ટેટ GSTના દરોડા
સ્ટેટ જીએસટીએ શહેરમાં જુદી જુદી 7 જગ્યાએ બોગસ આઇટીસી ક્રેડિટ લેનાર વેપારીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આઇજીએસટી ડિપાર્ટમેન્ટે પાડેલા જુદા જુદા દરોડામાં 7 પાર્ટીઓએ બોગસ આઇટીસી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ સાત વેપારીઓએ લીધેલી ખોટી આઇટીસીને બોગસ બિલો દ્વારા જેને જેને પાસ કરી હતી તેવા રાજ્યમાં 70થી 80 વેપારીઓ અને પેઢીઓને ત્યાં સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા તેઓએ બોગસ બિલોના આધારે લાખોની ખોટી આઇટીસી મેળવી લીધી છે.
સ્ટેટ-જીએસટીની અન્વેષણ વિંગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરની 7 પાર્ટીઓ દ્વારા લેવામાં આવેલી ક્રેડિટને લઇને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ વેપારી-પેઢી પર દરોડા
આવોન કેમિકલ શિવાય એન્ટરપ્રાઇઝ કાવ્યા એન્ટરપ્રાઇઝ એસ. કે. એન્ટરપ્રાઇઝ ઓમ એન્ટરપ્રાઇઝ અવી એન્ટરપ્રાઇઝ અજય એન્ટરપ્રાઇઝ.