તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News State Champion Became The City Of Ahmedabad With 160 Gold Medals In Khel Mahakumbh 020141

ખેલમહાકુંભમાં 160 ગોલ્ડ મેડલ સાથે અમદાવાદ શહેર બન્યું સ્ટેટ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

ખેલમહાકુંભમાં રાજયકક્ષાએ અમદાવાદ સિટી 160 ગોલ્ડ મેડલ મેળવી સ્ટેટ ચેમ્પિયન બની છે. અમદાવાદ સિટીના ખેલાડીઓએ 160 ગોલ્ડ, 115 સિલ્વર અને 117 બ્રોન્ઝ મેડલ એમ કુલ 452 મેડલ મેળવ્યા હતા. સતત 9 વર્ષ યોજાયેલા ખેલમહાકુંભમાં અમદાવાદ સિટી 8 વખત સ્ટેટ ચેમ્પિયન બન્યું છે. ભાવનગર ખાતે યોજાયેલાં ખેલમહાકુંંભના સમાપનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિટીના જિલ્લા રમત-ગમત અધિકારી તેજલ ચૌહાણ અને અમદાવાદના સિનિયર કોચ નિમેષ પટેલને સ્ટેટ ચેમ્પિયનની ટ્રોફી આપી હતી. અમદાવાદ ગ્રામ્ય મેડલ ટેલીમાં 30 ગોલ્ડ, 47 સિલ્વર અને 57 બ્રોન્ઝ મેડલ એમ કુલ 133 મેડલ સાથે સાતમાં ક્રમે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...