તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News State And Inter District Champi Hardik Kausha39s Selection As Captain For 055600

સ્ટેટ અને ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિ. માટે હાર્દિક-કૌશાની કેપ્ટન તરીકે પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ખાતે બીજીથી છઠ્ઠી ઓક્ટોબર દરમિયાન યોજાનારી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2019 માટેની અમદાવાદની મેન્સ અને વિમેન્સ ટીમના સુકાની તરીકે અનુક્રમે હાર્દિક સોલંકી અને કૌશા ભૈરપૂરેની વરણી કરવામાં આવી છે. જુનિયર ગર્લ્સ ટીમની સુકાની તરીકે પણ કૌશાની વરણી કરાઈ છે જ્યારે બોય્ઝ ટીમના સુકાની તરીકે ધૈર્ય પરમાર રહેશે. હાર્દિક સોલંકી ઉપરાંત મેન્સ ટીમના અન્ય ખેલાડીમાં ધૈર્ય પરમાર, અભિલાષ રાવલ, અક્ષિત સાવલા અને મોનિશ દેઢિયાનો સમાવેશ થાય છે. અમદાવાદની ટીમની સફળતાનો આધાર ધૈર્ય અને ખાસ કરીને અભિલાષ પર રહેશે.અભિલાષ હાલમાં શાનદાર ફોર્મ ધરાવે છે અને તેની પાસેથી ઘણી અપેક્ષા રખાય છે. તેણે સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટનું તેનું ફોર્મ જારી રાખવું પડશે. વિમેન્સ ટીમ કૌશા પર આધારિત રહેશે. આ ઉપરાંત અનુષ્કા ચેટરજી અને એંજલ પારકરે સ્ટેટ રેન્કિંગમાં સૌને પ્રભાવિત કર્યા હતા. મેન્સ અને વિમેન્સ ટુર્નામેન્ટમાં અમદાવાદ સામે સૌથી મોટો પડકાર ભાવનગરનો રહેશે.

ટીમો

મેન્સ ટીમ : ધૈર્ય પરમાર, અભિલાષ રાવલ, અક્ષિત સાવલા, મોનીશ દેઢિયા, હાર્દિક સોલંકી.

વિમેન્સ ટીમ : કૌશા ભૈરપૂરે (સુકાની), અનુષ્કા ચેટરજી, કવિશા શાહ, એંજલ પારકર, પૂર્વાંશી આચાર્ય.

ઓફિશિયલ્સ : મહિપાલસિંહ ગોહીલ (કોચ), ઝેના છિપીયા (ટીમ મેનેજર).

જુનિયર બોયઝ ટીમ : ધૈર્ય પરમાર (સુકાની), અભિલાષ રાવલ, દેવ પટેલ, અનુજ જોશી.

જુનિયર ગર્લ્સ ટીમ : કૌશા ભૈરપૂરે (સુકાની), અનુષ્કા ચેટરજી, પૂર્વાશી આચાર્ય, જાન્યા પરીખ.

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ
સિટી રિપોર્ટર . અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...