તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર્ટઅપ આઇડિયા તમારો, રોકાણ બિઝનેસમેન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક) કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતા સારો સ્ટાર્ટઅપ આઈડિયા ધરાવતા વિદ્યાર્થીઓ-યુવાનોને મોટો બિઝનેસ શરૂ કરવા, સારો ઉદ્યોગ કાર્યરત કરવા માટે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ (એચએનઆઈ) પૂરા પાડશે, જેના અનુસંધાનમાં જીયુસેક એચએનઆઈ (હાઈ નેટ વર્થ ઈન્ડિવિડ્યુઅલ) એન્ડ સ્ટાર્ટઅપ કો-ઓર્ડિનેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનો વિધિવત પ્રારંભ ડિસેમ્બર મહિનાથી કરવામાં આવશે. જીયુસેક તરફથી આ પ્રોગ્રામ અંતર્ગત આર્થિક રીતે સંપન્ન વેપારીઓ, સીઓઓ તેમ જ કોર્પોરેટ વિશ્વના અગ્રણીઓને આ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જીયુસેક તરફથી યુવા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ, આંત્રપ્રિન્યોર્સને તૈયાર કરવા માટે તેમ જ ઉપયોગી માર્ગદર્શન આપવા માટે વર્ષ દરમિયાન સતત વિવિધ પ્રકારની યોજનાઓને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામનો સીધો લાભ લઈ શકશે
જીયુસેકમાં સ્ટાર્ટઅપ સંબંધિત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોણ આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે?
ગુજરાત યુુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમ જ કોઈ પણ બેક ગ્રાઉન્ડના એટલે કે આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા, આર્થિક રીતે ઉન્નત ન હોય તેવા યુવાનોના સ્ટાર્ટઅપને આ પ્રોગ્રામનો સીધો લાભ મળશે.

કોઈ પણ સ્ટાર્ટઅપ આઇડિયા ફાઇનાન્સના અભાવે અધૂરો
 કોઈ પણ સારો સ્ટાર્ટઅપ આઇડિયા પ્રોપર ફાઇનાન્સના અભાવે આગળ ધપતા રોકી શકાય નહિ. સ્ટાર્ટઅપ પ્રોપર માર્કેટમાં મૂકવામાં આવે. તેમને આર્થિક રીતે સ્થિરતા અને સધ્ધરતા મળે તે હેતુસર હાઈ નેટવર્થ ઇન્ડિવિડયુઅલ સ્ટાર્ટઅપ કો-ઓર્ડિનેશન પ્રોગ્રામ કાર્યરત કરવામાં આવશે. તેનું અમલીકરણ આગામી ડિસેમ્બરમાં કરવામાં આવશે. ડો. હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...