તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિહાગથી 13મી રાત્રિનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
40મા સપ્તકની 13મી અંતિમ રાત્રિ ગાયન, સારંગી અને કથક પર્ફોર્મન્સથી સભર રહી. સૌપ્રથમ સેશનમાં કોલકાતાના વોકલિસ્ટ ઈન્દ્રાણી મુખર્જીના ગાયનથી થયો. ત્યાર પછી બીજા સેશનમાં સાબિર ખાનનું સારંગીવાદન યોજાયું. સતત 13 દિવસ સુધી ચાલેલા આ સંગીત સમારોહમાં 165 કરતાં વધારે કલાકારોએ ભાગ લીધો હતો. સોમવારને અંતિમ દિવસને લઈને મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 40મો સપ્તક સંગીત સમારોહ પંડિત રવિશંકરને સમર્પિત રહ્યો હતો.

તન મન ધન સબ બંદિશની પ્રસ્તુતિ
સેશન 1

કોલકાતાના વોકલિસ્ટ ઈન્દ્રાણી મુખર્જીએ રાગ બિહાગેમાં વિલંબિત એકતાલમાં કવન ઢંગ તોરા બંદિશની પ્રસ્તુતિ કરી. તે પછી તન મન ધન સબ બંદિશ રજૂ કરી. નકૂલ મિશ્રાએ તબલા પર, પારોમિતા મુખર્જીએ હાર્મોનિયમ પર સંગત કરી.

સૂરનું કવરેજ શબ્દો કરશે તે અંતર્ગત સિંગર ઐશ્વર્યા મજુમદારનો અહેવાલ
સંગીત થકી બંધનમાં રહીને ફ્રીડમનો અનુભવ કર્યો
તમને જ્યાં સાદગી,સરળતા અને સંગીતનું શરણું મળે તો કોઈને પૂછ્યા વિના પહોંચી જજો. હું છ વર્ષની હતી ત્યારથી દાદી સાથે સપ્તકમાં જતી પછી મમ્મી પપ્પા સાથે આ ક્રમ અમદાવાદમાં હોઉં તો આજે પણ ચાલે છે. સપ્તકની 12મી રાત્રે વિશુજી(વિશ્વમોહન ભટ્ટે)ના મોહનવીણાવાદન સાંભળવાની તક મળી મને. તેમાં પણ રાગ જોગની પ્રસ્તુતિમાં તો ખરેખર ખૂબ મઝા પડી. તેઓ રાગને રમાડીને મસ્તી કરતાં કરતાં રજૂ કરે છે. આ સાંભળવું પણ એક લ્હાવો છે. શાસ્ત્રીય સંગીત આપણો વારસો છે. આ વારસાનું જતન કરવું તે સિનિયર કલાકારો કે લોકોની જ નહીં યંગસ્ટર્સની પણ એટલી જ ફરજ છે તમામ સંગીતનું મૂળ અંતે તો શાસ્ત્રીય સંગીત જ છે જેમાં બંદિશ એટલે કે બંધનમાં રહીને પ્રસ્તુતિ કરવાની હોય છે. બંધનમાં રહેવા છતાં પણ તેમાં ફ્રીડમનો અનુભવ થાય છે તે અનુભવ મેં કર્યો. એક સ્વર પછી બીજા સ્વર પર કૂદી જવું તે ખૂબ બધા રિયાઝ પછી જ આવે છે. આ કંઈ થોડાક વર્ષોનું કામ નથી વર્ષોના વર્ષો પસાર થઈ જાય ત્યારે આવી કાબેલિયત કેળવાતી હોય છે.

છેલ્લા 20 વર્ષના અનુભવ પરથી કહું તો સપ્તક સંગીતમાં આવનારા સંગીતપ્રેમીઓમાં યંગસ્ટર્સની સંખ્યા ખરેખર વધી છે. શાસ્ત્રીય સંગીતમાં હવે આપણી જનરેશનને પણ રસ પડે તે આપણી માટે આનંદની વાત કહેવાય. હવે તો અમદાવાદીઓ જ નહીં કેટલાય એવા એનઆરઆઈ છે જેઓ સ્પેશિયલ સપ્તક સંગીત સમારોહ માણવા માટે અમદાવાદ આવે છે.

કોલકાતાના ઈન્દ્રાણી મુખર્જીનું ગાયન રજૂ થયું
સારંગી પર રાગ ચારૂકેશી
સેશન 2

જોધપુરના સારંગીવાદક સાબિર ખાને રાગ ચારૂકેશીની પ્રસ્તુતિ કરી. તેમની સાથે ઉસ્તાદ ફઝલ કુરેશીએ તબલા પર સાથ આપ્યો. મૂળ સિકર ઘરાનાના સાબિરખાન સારંગીની પ્રસ્તુતિ અગાઉ સપ્તકમાં પોતાની પ્રસ્તુતિને લઈને અનુભવો શેર કર્યા.

ઐશ્વર્યા મજુમદાર

સિંગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો