ધોરણ 10-12 ના પેપર ચેકિંગની પ્રક્રિયા અટકાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધો.10 અને 12ની પરીક્ષાના પેપર ચેકિંગની પ્રક્રિયા બોર્ડ નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી અટકાવી દીધી છે. અગાઉ બોર્ડે 31 માર્ચ સુધી પેપર ચેક કરવાની પ્રક્રિયા અટકાવી હતી. પરંતુ સરકારના લાૅકડાઉનને પગલે અચોક્કસ તારીખ સુધી દરેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો બંધ રાખવા સૂચના આપી છે.

બોર્ડના સચિવે કરેલા પરિપત્રમાં જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના જવાબ પેપર રાખવામાં આવ્યાં છે તે તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના હિતમાં જવાબ પેપરમાં ઊઘઇ ન લાગે, પાણીની અસર ન થાય, શોર્ટ-સર્કિટને કારણે કોઇ અસર ન થાય તે અંગે પણ પગલા લેવા જણાવ્યું છે. આ ઉપરાંત જે રૂમમાં જવાબપેપર મૂકવામાં આવ્યા છે તે દરેક રૂમની બહાર 24 કલાક પોલીસ બંદોબસ્ત રહે તેની પણ કાળજી સ્કૂલ સંચાલકે રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...