સ્પાઈસ જેટની 5 ફ્લાઈટ 6 કલાક સુધી મોડી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે સ્પાઈસ જેટની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટ સોમવારે પણ 6 કલાકથી વધુ મોડી પડી હતી. અમદાવાદ આવતી જતી 6 ફ્લાઇટ 50 મિનિટથી વધુ મોડી પડી હતી.

વેકેશન દરમિયાન વિદેશોમાં ટૂર પેકેજ પર ફરવા જતા પર્યટકોને સૌથી વધુ હાલાકી પડી રહી છે. અમદાવાદથી દુબઈ જતી તેમજ બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટ સતત 2થી 6 કલાક જેટલી મોડી પડતા શિડ્યૂલ પણ ખોરવાઈ ગયા છે.

અમદાવાદની મોડી પડતી ફ્લાઈટના પેસેન્જરોને લોકોસ્ટ એરલાઈન્સના નામે કોઈ સુવિધા પણ આપવામાં આવતી નથી જેના પગલે પેસેન્જરોમાં રોષ છે.

6 ફ્લાઈટ મોડી પડી
સ્પાઈસ જેટ

અમદાવાદ-ચેન્નઈ 1.42 કલાક

અમદાવાદ-દુબઈ 55 મિનિટ

અમદાવાદ-બેંગલુરુ 2.50 કલાક

ચેન્નઈ -અમદાવાદ 1.30 કલાક

બેંગલુરુ - અમદાવાદ 6.20 કલાક

ઇન્ડિગો

અમદાવાદ-પુણે 50 મિનિટ

અન્ય સમાચારો પણ છે...