તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ સિટી હેઠળ 50 નવા ટ્રાફિક સિગ્નલ લગાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના કુલ 218 ટ્રાફિક સિગ્નલ પૈકી 130 નવા સિગ્નલ લગાવાનું કામ હાથ ધરાયું હતું. નવા 50 સિગ્નલ લગાવાનું કામ કેરલા સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે. 14 કરોડના ખર્ચે હવે શહેરમાં વધુ નવા 50 ટ્રાફિક સિગ્નલ લગાવાની મંજૂરી મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ તરફથી મળેલા નવા સિગ્નલ લગાવાની માંગ પર ચર્ચા કરી મંગાવાયેલા ટેન્ડરમાં સૌથી ઓછો 14.17 કરોડનો ભાવ કેરલા સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સે ભર્યો હતો.

સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના અલગ અલગ જંક્શન પર 130 ટ્રાફિક સિગ્નલ લગાવાની મંજૂરી અપાઇ હતી. જે પૈકી પ્રાથમિક તબક્કે પહેલા 15 અને પછી બાકીના 35 સિગ્નલ લગાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...