તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટીના વૃદ્ધાશ્રમમાં સિંગાપોરના પાયલોટની સોશિયલ એક્ટિવિટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ લઈને અમદાવાદ આવતા કેપ્ટન (પાયલોટ) ગ્રેહામ ડિસુઝા પોતાના ફ્રી ટાઈમમાં સિટીમાં સોશિયલ એક્ટિવિટી કરે છે. ગઈકાલે ગ્રેહામે શેહેરના વૃદ્વાશ્રમ, ઓરફન કિડ્સ હાઉસ અને સ્લમના બાળકોને શિક્ષણ આપતી પુલીસ પાઠશાળામાં જઈને સોશિયલ એક્ટિવિટી કરી હતી. ગ્રેહામે શહેરના એકર વૃદ્વાશ્રમમાં જઈને જાતે જમવાનું બનાવીને વડિલોને પોતાના હાથે ખવડાવ્યુ હતુ.

આ અંગે ગ્રેહામને સોશિયલ એક્ટિવિટીમાં હેલ્પ કરતા ચાંદની નેભનાનીએ કહ્યું કે, ‘ગ્રેહામ છેલ્લા 3 વર્ષથી સિંગાપોર ટુ અમદાવાદ ફ્લાઈટ લઈને આવે છે.સામાન્ય રીતે રાત્રે ફ્લાઈટ લઈને આવ્યા બાદ પાયલોટ 5સ્ટાર હોટલમાં જ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરીને બીજા દિવસે રાત્રે ફ્લાઈટ લઈને જતાં રહેતા હોય છે પરંતુ ગ્રેહામ દરવર્ષે પોતાનો આખો દિવસ સોશિયલ એક્ટિવિટી પાછળ આપે છે.એક કેપ્ટનની પોસ્ટ પર કામ કરતો વ્યકિત આ પ્રકારે વૃદ્વાશ્રમમાં પોતાની જાતે જમવાનું બનાવે તે ખરેખર ખૂબ સરાહનિય બાબત છે.

અન્ય સમાચારો પણ છે...