તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંદી સપ્તાહિક ધોરણે 4600 ઘટી સોના કરતા સસ્તી થઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેફ હેવન એવા બૂલિયન માર્કેટને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. સપ્તાહ દરમિયાન સોનામાં સરેરાશ 10 ટકા, ચાંદીમાં 15 ટકા, પેલેડિયમમાં 28-30 ટકા સુધીનો કડાકો બોલી ચૂક્યો છે. સાપ્તાહિક ધોરણે ચાંદી સૌથી વધુ રૂ.4600, સોનું 2700 તૂટ્યું છે. સપ્તાહના અંતીમ દિવસે ચાંદીમાં રૂા.1800 નો જંગી ઘટાડો આવ્યો હતો.ફંડામેન્ટલ વધુ નરમાઇના બની રહ્યાં છે. અમદાવાદ ખાતે સોનું શનિવારે 900 ઘટી 42500 અને ચાંદી 1800 ઘટી 42000 બોલાઇ ગઇ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 15 ડોલરની સપાટી અંદર 14.50 ડોલર બંધ આવી છે. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો સપ્તાહના અંતીમ દિવસે 30 પૈસા મજબૂત બન્યો છે જેના કારણે પણ સ્થાનિકમાં ઘટાડો જોવા મળ્યો હતો. પલેડિયમમાં મંદીનો ખેલો લંબાતા ઝડપી 2000 ડોલરની સપાટી ગુમાવી 1813 બોલાઇ ગયું હતું.

પેલેડિયમમાં મંદીનો ખેલો, 30 ટકા તૂટ્યું

પેલેડિયમમાં રેકોર્ડ સપાટીથી જંગી કડાકો બોલી ગયો છે. એક સપ્તાહમાં સરેરાશ 30 ટકા ઘટ્યું છે. 2880 ડોલરની રેકોર્ડથી સતત ઘટી 1813 ડોલર બોલાયું છે. 1600 ડોલર મજબૂત સપોર્ટ છે જે તૂટતા 1500 અંદર આવી શકે. પ્લેટિનમ સપ્તાહમાં 107 ડોલર તૂટી 763 ડોલર બોલાયું છે ઘટી 700 ડોલર આવી શકે.

ચાંદી સપ્તાહમાં 4600 તૂટી

વિગત 9-3 14-3 તફાવત

વૈશ્વિક સોનું 1672 1517 -155

સ્થા. સોનું 45200 42500 -2700

વૈશ્વિક ચાંદી 16.88 14.50 -2.38

સ્થા.ચાંદી 46500 42000 -4600

પેલેડિયમ 2489 1813 -676

પ્લેટિનમ 870 763 -107

ક્રૂડ 35.52 33.85 -1.67

રૂપિયો 74.12 73.92 -0.20

(નોંધ - વૈશ્વિક બજાર ડોલરમાં, સ્થાનિક રૂપિયામાં)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો