પાવરલિફ્ટિંગમાં શ્વેતા શુકલાએ 3 ગોલ્ડ જીત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર | તાજેતરમાં ગાઝિયાબાદ ખાતે નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં અમદાવાદની શ્વેતા શુકલાએ પણ ભાગ લીધો હતો. શ્વેતાએ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે ફુલ પાવરલિફ્ટિંગ, ડેડલિફ્ટ અને બેન્ચ પ્રેસની કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ જીત્યા હતા. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોના કુલ 450થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અગાઉ 2019માં શ્વેતાએ સ્ટેટ ચેમ્પિયનશિપમાં કુલ 9 મેડલ જીત્યા હતા. તે હવે ઈન્ટરનેશનલ માટે તૈયારીઓ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...