તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંદલોડિયામાં ટી-શર્ટથી ગળે ટૂંપો દઈ યુવકની હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદલોડિયામાં ગાયત્રીનગર વિભાગ-2માં રહેતા સુનીલ વાઘેલાનો મૃતદેહ રવિવારે રાતે ગાયત્રીનગરની બાજુમાં ધોળકા રેલવે લાઇનની દીવાલ પાસેની ઝાડીમાંથી મળી આવ્યો હતો. સુનીલના ગળે ટી-શર્ટ લપેટેલું હતું તેમ જ શરીર પર ઈજાના નિશાન હતા. આથી સુનિલની હત્યા કરાઇ હોવાની આશંકા તેના પરિવારે વ્યક્ત કરી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી સુનીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. રિપોર્ટમાં ખરેખર ગળે ટૂંપો દઈને સુનીલની હત્યા કરાઇ હોવાનું પુરવાર થતાં પોલીસે સુનીલની માતા મંજુલાબહેનની ફરિયાદના આધારે અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે સોલા હાઈકોર્ટ, સાબરમતી અને રાણીપ પોલીસ વચ્ચે હદને લઈને ભારે વિવાદ થયો હતો, પરંતુ આખરે ઘટના સોલા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...