તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Shivalik Builder Gets 25 Thousand Fine For Spreading Pollution 054531

પ્રદૂષણ ફેલાવવા બદલ શિવાલિક બિલ્ડરને 25 હજાર દંડ ફટકારાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે વસ્ત્રાપુરમાં આવેલી વિલિયમ જોન્સ પિત્ઝા, રિયલ પેપરીકાને રસ્તા પર કિચન વેસ્ટ નાખવા બદલ 15-15 હજારદંડ ફટકાર્યો છે. જયારે શિવાલિક શિલ્પ સાઈટને પ્રદૂષણ ફેલાવવા બદલ 25 હજારનો દંડ કરાયો છે. કેશવબાગ સામે શિવાલિકની સાઈટ ચાલે છે. ખોદકામ દરમિયાન નીકળતો માલસામાન લઈ જતા ડમ્પરમાંથી તે રોડ પર પડતાં સતત ધૂળ ઊડે છે અને હવાનું પ્રદૂષણ ફેલાય છે.

સમર્પણ બંગલોઝના ચેરમેનને પણ નોટિસ
વસ્ત્રાપુરમાં આવેલા સમર્પણ બંગ્લોઝની બહાર રોડ પર જ ગ્રીન વેસ્ટ ઠલવાયો છે. વૃક્ષોના પાના અને ડાળખીઓ રોડ પર જ ઠાલવી દેતા સોસાયટીના ચેરમેનને પણ મ્યુનિ.એ નોટિસ ફટકારી હતી. જ્યારે પ્રેમચંદનગર ખાતેના એક બ્ુટિકને પણ પાર્લરનો સામાન રોડ પર નાખતા બે હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...